વલ્લભરાજ
વલ્લભરાજ
વલ્લભરાજ (શાસનકાળ : ઈ. સ. 1010) : સોલંકી વંશના રાજવી ચામુંડરાજનો પુત્ર. પિતાની હયાતીમાં જ તે ગાદીએ બેઠો હતો અને આશરે છ માસ સત્તા પર રહ્યો હતો. ‘દ્વયાશ્રય’, ‘વડનગર પ્રશસ્તિ’, ‘પ્રબંધ ચિંતામણિ’ વગેરે ગ્રંથોમાં તેના ઉલ્લેખો થયા છે. ‘દ્વયાશ્રય’ના ટીકાકાર અભયતિલકગણિના જણાવ્યા મુજબ-તીર્થયાત્રા કરવા વારાણસી જઈ રહેલા ચામુંડરાજનાં છત્ર અને…
વધુ વાંચો >