વલ્લભભાઈ જીવરાજભાઈ પટેલ

અળશી

અળશી : દ્વિદળી વર્ગમાં આવેલા લાઇનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ. Linum usitatissimum Linn. (સં. अतसी; હિં. अलसी; બં. મસિના, તિસી; મ. અળશી, જ્વસ; અં. Linseed) છે. અળશીના છોડવાઓ 3૦થી 6૦ સેમી. ઊંચા, ઊભા, નાજુક રુવાંટી વગરના અને ક્વચિત જ શાખાઓ ધરાવે છે. અદંડી, સાદાં પર્ણો, એકાંતરિત, પીળાં, કક્ષીય, એકાકી…

વધુ વાંચો >

કસુંબી

કસુંબી : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી (કમ્પૉસિટી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Carthamus tinctorius Linn. (સં. કુસુમ, કુસુંભ; બં. કુસુફલ, કુસુમ; ગુ. કસુંબો, કુસુંબો, કરડી; હિં. કરાહ, કુસુમ; મ. કરડાઈ, કુરડી; ત. કુસુંબા, સેથુરંગમ; તે. કુસુંબાલુ; અં. ધ સૉફ્લાવર, ફૉલ્સ સેફ્રન, બાસ્ટાર્ડ સેફ્રન) છે. તે નાજુક, બહુશાખિત એકવર્ષાયુ શાકીય…

વધુ વાંચો >

તેલ ઉદ્યોગ — ખાદ્ય

તેલ ઉદ્યોગ — ખાદ્ય : વિવિધ પ્રકારના ખાદ્યતેલનું ઉત્પાદન કરતા ઉદ્યોગો. મગફળી, તલ, ખરસાણી, સૂર્યમુખી, દિવેલાં, રાઈ, સરસવ, કસુંબી, અળશી વગેરે તેલીબિયાંમાંથી દાણાનું પિલાણ કરી તેલ કાઢવા માટે સંકળાયેલ ઔદ્યોગિક એકમોની તેલ ઉદ્યોગોમાં ગણતરી થાય છે. તેલીબિયાંમાંથી તેલ કાઢવાની મુખ્યત્વે ત્રણ રીતો પ્રચલિત છે : (1) બળદ અથવા પાવરથી ચાલતી…

વધુ વાંચો >

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ

તેલીબિયાં સંશોધન કેન્દ્ર, જૂનાગઢ : ગુજરાતમાં મગફળી-સંશોધનનું કાર્ય 1951થી નાના પાયા ઉપર જૂનાગઢ ખાતે રાજ્ય-સરકાર તરફથી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1962થી મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્ર જૂનાગઢ ખાતે અને અમરેલી, જામનગર, તલોદ, સરદાર કૃષિનગર (અગાઉ મણુંદ) ખાતે વિભાગીય સંશોધન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલ છે. ડેરોલ, ભચાઉ, નવસારી, માણાવદર અને કોડીનાર…

વધુ વાંચો >