લોલિતકર સુદેશ શરદ
લોલિતકર, સુદેશ શરદ
લોલિતકર, સુદેશ શરદ (જ. 30 ડિસેમ્બર 1964, રામનાથી પોન્ડા, ગોવા) : કોંકણી અને મરાઠી કવિ, ફિલ્મનિર્માતા, નિર્દેશક અને પટકથા-લેખક. 1996માં તેઓ ગોવા ફિલ્મ અકાદમીના અધ્યક્ષપદે રહ્યા. તેમણે મુંબઈ અને પણજી દૂરદર્શન કેન્દ્રો અને આકાશવાણી પરથી પ્રસારિત કાર્યક્રમોમાં ભાગ લીધો. તેમણે સર્વ પ્રથમ કોંકણી દૂરદર્શન-નાટક ‘આવોય’ અને દૂરદર્શન-ચલચિત્ર ‘જૈત’નું નિર્દેશન કર્યું.…
વધુ વાંચો >