ર. ચિ. ત્રિપાઠી
કાવ્યપાક
કાવ્યપાક : ભારતીય કાવ્યશાસ્ત્ર અનુસાર કવિએ પ્રયોજેલા શબ્દોને સ્થાને પર્યાયો મૂકતાં કાવ્યનું સૌંદર્ય જળવાય નહિ એવું રચનાકૌશલ. કવિએ પોતાની કાવ્યરચનામાં કરેલા એવા શબ્દોનો પ્રયોગ જેમને સ્થાને તેમના સમાનાર્થી શબ્દો મૂકવાથી કાવ્યનું મૂળ સૌન્દર્ય ખંડિત થાય એવી રચનામાં સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અનુસાર ‘કાવ્યપાક’ સિદ્ધ થયો કહેવાય. પોતાનો ઇષ્ટાર્થ વ્યક્ત કરવા સારુ કવિ…
વધુ વાંચો >કાવ્યપ્રયોજન
કાવ્યપ્રયોજન : કાવ્ય દ્વારા સર્જક ભાવકને થતી ફલપ્રાપ્તિ. નાટ્યશાસ્ત્રના આદિ સર્જક ભરતમુનિએ કહ્યું છે કે વાચક-પ્રેક્ષકનો મનોવિનોદ એટલે કે આનંદ એ જ કાવ્યસર્જનનું પ્રયોજન છે. નાટ્યશાસ્ત્રના વિખ્યાત વિવેચક અભિનવગુપ્તે પ્રીતિ એ જ રસ છે અને તે જ કાવ્યનો આત્મા છે એમ કહીને પ્રીતિ, રસ તથા આનંદને સમાનાર્થી બનાવી દીધાં છે.…
વધુ વાંચો >કાવ્યહેતુ
કાવ્યહેતુ : કાવ્યસર્જનના ઉદભવનું કારણ. કવિ થવા માટે યોગ્યતાનો નિશ્ચય કરી સંસ્કૃતના કાવ્યશાસ્ત્રીઓએ કાવ્યહેતુ બતાવ્યો છે. આ હેતુ તેમના મત અનુસાર પ્રતિભા, વ્યુત્પત્તિ અને અભ્યાસ એ ત્રણ પાયા પર આધારિત છે. મમ્મટાચાર્યે આ ત્રણેને સ્વતંત્ર હેતુઓ ન ગણતાં ત્રણેયના સમન્વયને એક હેતુ કહ્યો છે. પ્રતિભા પૂર્વજન્મના સંસ્કારોથી આ જન્મમાં મળેલી…
વધુ વાંચો >