રેનિન
રેનિન
રેનિન : ગુચ્છાસન્ન (juxtaglomerular) કોષોના દેહદ્રવી (humoural) ઉત્તેજન(stimulation)ના પ્રતિભાવરૂપે મૂત્રપિંડ(kidney)માં સ્રવતું પ્રોટીન-ઉત્સેચક. તે પ્રોટીનનું વિખંડન કરીને લોહીના દબાણમાં વધારો કરે છે. લોહીમાં રેનિન પ્લાવિકા (પ્લાઝ્મા) પ્રોટીન ઉપર આંશિક પ્રભાવ દર્શાવીને તેમાંથી ઍન્જિયોટેન્સિન-I મુક્ત કરે છે. રૂપાંતરક (converting) ઉત્સેચક દ્વારા ઍન્જિયોટેન્સિન(angiotensin)-Iની 10 એમીનો ઍસિડવાળી શૃંખલાનું વિભાજન થવાથી ઍન્જિયોટેન્સિન-II બને છે. આ…
વધુ વાંચો >