રેખાબહેન ભાવસાર
સરબુલંદખાન
સરબુલંદખાન (1725-30) : ગુજરાતનો મુઘલકાળનો સૂબેદાર. નિઝામ-ઉલ્-મુલ્કને દખ્ખણના સૂબેદાર તરીકે મોકલાતાં કાબુલના સૂબેદાર મુબારીઝ-ઉલ્-મુલ્ક સરબુલંદખાન બહાદુરની ગુજરાતના સૂબેદાર તરીકે બદલી કરવામાં આવી. સરબુલંદખાને પોતાના નાયબ તરીકે ગુજરાતી ઉમરાવ શુજાતખાનને નીમ્યો. શુજાતખાનના ભાઈ રુસ્તમઅલીખાનને મોમિનખાનની જગ્યાએ સૂરતના ફોજદાર તરીકે નીમવામાં આવ્યો. એ પછી એક વર્ષ સુધી ગુજરાત આંતરવિગ્રહમાં ફસાયેલું રહ્યું. નિઝામના…
વધુ વાંચો >સરસ્વતીપુરાણ
સરસ્વતીપુરાણ : પૌરાણિક રીત પ્રમાણે લખાયેલું ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહનું ચરિત્ર. સત્યપુર(સાંચોર)ના પંડિત દામોદરે, એના પુત્રે કે એના શિષ્યે તે લખ્યું હોવાનું અનુમાન છે. તેમાં સિદ્ધરાજના જન્મસમયે થયેલ આકાશવાણી દ્વારા તેના જીવનનો નિચોડ આપ્યો છે. તેના જીવનનાં મુખ્ય કાર્યો જણાવતાં લેખક કહે છે કે, ‘‘આ કુમાર સર્વજિત થશે અને સર્વ…
વધુ વાંચો >સહસ્રલિંગ તળાવ
સહસ્રલિંગ તળાવ : પાટણમાં સિદ્ધરાજ જયસિંહે દુર્લભ સરોવરનું નવનિર્માણ કરીને બંધાવેલ સરોવર. ભારતીય વાસ્તુગ્રંથોમાં જળાશયોની વ્યવસ્થા તથા પુર કે નગરની રચનામાં પણ તેઓનું અનન્ય સ્થાન, પ્રકાર તથા વિવિધ ઘાટ વિશે નિરૂપણ જોવામાં આવે છે. જળાશયોમાં મુખ્યત્વે ચારેય બાજુએથી બાંધેલું સરોવર મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પશ્ચિમ ભારતમાં ગુજરાત અને રાજસ્થાનના પ્રદેશોમાં…
વધુ વાંચો >