રાસબિહારી દેસાઈ

ઇલેકટ્રોન માઇક્રોસ્કોપ

ઇલેકટ્રોન માઇક્રોસ્કોપ : પ્રવેગિત ઇલેકટ્રોન કિરણપુંજની અત્યંત નાની પ્રભાવી તરંગલંબાઈ વડે, વસ્તુની સૂક્ષ્મ વિગતોનું વિભેદન (resolution) દર્શાવતું પ્રતિબિંબ ઉત્પન્ન કરતું સાધન. તેના વડે 0.1 nm (1 nm = 1 નૅનોમીટર = 10–9 મીટર) જેટલા ક્રમની વિભિન્નતા (seperation) જોઈ શકાય છે. 2nm જેટલું વિભેદન તો સામાન્ય હોય છે. માનક (standard) પ્રકાશીય…

વધુ વાંચો >

ડૉક્ટર, હીરજીભાઈ

ડૉક્ટર, હીરજીભાઈ (જ. 13 એપ્રિલ 1894, વડોદરા; અ. 1989, વડોદરા) : વીણાવિશારદ, તંતુવાદક અને સંગીતશાસ્ત્રના જ્ઞાતા. પિતા રુસ્તમજી, માતા ગુલબાઈ. 1911માં મૅટ્રિક તથા મુંબઈ યુનિવર્સિટીના બી. એ. અને બી.એસસી. (1917). શાળાકાળ દરમિયાન બરજોરજી જીજીકાઉ પાસે વાયોલિનના પ્રશિક્ષણનો પ્રારંભ કર્યો અને સતત આઠ વર્ષના રિયાઝ પછી તેના પર પ્રભુત્વ મેળવ્યું, જે…

વધુ વાંચો >

દેસાઈ, અતુલ

દેસાઈ, અતુલ (જ. 31 જાન્યુઆરી 1934, અમદાવાદ; અ. 20 જાન્યુઆરી 2013, ટોરન્ટો, કૅનેડા) : ગુજરાતના જાણીતા શાસ્ત્રીય કંઠ્યસંગીતના કલાકાર. પિતા ગિરીશચંદ્ર તથા માતા સુલભાબહેન પાસેથી સંગીતનો વારસો મેળવ્યો. પ્રાથમિક શિક્ષણ અમદાવાદના ચી. ન. વિદ્યાલયમાં. સાથોસાથ ત્યાં જ પ્રાથમિક સંગીત પ્રશિક્ષણની શરૂઆત કરી. ગુજરાત કૉલેજમાં ઇન્ટર સાયન્સ કર્યા પછી વડોદરાના કલાભવનમાંથી…

વધુ વાંચો >

દેસાઈ, રજનીકાંત વિભુકુમાર

દેસાઈ, રજનીકાંત વિભુકુમાર (જ. સપ્ટેમ્બર 1912, પેટલાદ; અ. 14 જૂન 1985, મુંબઈ) : શાસ્ત્રીય કંઠ્ય સંગીતના કલાકાર. વડવાઓ કાલોલના જમીનદારો હતા. પિતા શ્રીમંત ગાયકવાડ સરકારમાં અધિકારી હતા. પોતે સંગીતજ્ઞ અને સંગીતકાર હતા અને તેમણે સંગીતવિષયક બહુમૂલ્ય પુસ્તકો પણ લખ્યાં છે. એમણે જ પુત્ર રજનીકાંતને સંગીતવારસો તથા સંગીતતાલીમની પ્રેરણા આપ્યાં. સાક્ષર…

વધુ વાંચો >

સુગમ સંગીત

સુગમ સંગીત : ગેય કાવ્યરચનાને તેના અર્થને અનુરૂપ સ્વરરચનામાં ગાન સાથે સાથે રજૂ કરતો સંગીતનો એક પ્રકાર. જે હળવા સંગીતના નામે પણ ઓળખાય છે. હળવા સંગીતના આ પ્રકારને ભારતના પ્રખર સંગીતજ્ઞ ઠાકુર જયદેવસિંહે ‘સુગમ સંગીત’ નામ આપ્યું અને ત્યારથી એ નામ ચલણમાં આવ્યું છે. ઠાકુર જયદેવસિંહના મતે જે સંગીત, શુદ્ધ…

વધુ વાંચો >