રાઘવભાઈ વલ્લભભાઈ મિયાણી
અમૂલ ડેરી
અમૂલ ડેરી : આણંદમાં આવેલી ગુજરાતની શ્રેષ્ઠ અને એશિયાની ઉત્તમ ડેરી. ઓગણીસ સો પિસ્તાલીસના વર્ષ દરમિયાન આણંદની આસપાસના વિસ્તારનું દૂધ કૉન્ટ્રૅક્ટરો દ્વારા એકત્ર કરી, પાશ્ચુરીકરણ કર્યા બાદ મુંબઈ દૂધયોજનામાં મોકલવામાં આવતું. પરંતુ રાજ્ય સરકારે દૂધના ભાવમાં કરેલ વધારાનો લાભ દૂધ-ઉત્પાદકોને ન મળતાં તેમને અસંતોષ થયો. આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલની…
વધુ વાંચો >આઇસક્રીમ
આઇસક્રીમ : થિજાવેલા દૂધની એક વાનગી. આઇસક્રીમને મળતી વાનગી ચીનમાંથી યુરોપમાં 1295માં માર્કોપોલો લાવ્યો હોવાનો ઉલ્લેખ છે. જોકે આધુનિક આઇસક્રીમની શરૂઆત ફ્રેન્ચોએ કરી હતી. આઇસક્રીમ ઠંડીથી થિજાવેલ આહલાદક, સુપાચ્ય, પૌષ્ટિક દુગ્ધાહાર છે. તેની બનાવટમાં દૂધ, મલાઈ, ઘટ્ટ દૂધ, દૂધનો પાઉડર, ખાંડ, સુગંધી દ્રવ્યો, ખાદ્ય રંગો અને તેને સ્થાયિત્વ બક્ષનાર (stabiliser)…
વધુ વાંચો >