રશ્મિ ન. દવે
દ, એલેમબર્તનો સિદ્ધાંત
દ, એલેમબર્તનો સિદ્ધાંત : સ્થાયી સંતુલનમાં રહેલા સ્થિર પદાર્થ પર લાગતાં બળો માટે 1742માં ફ્રેન્ચ વૈજ્ઞાનિક દ એલેમબર્તે આપેલો સિદ્ધાંત. ગતિ કરતા મુક્ત પદાર્થ ઉપર લાગતા બળ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. એલેમબર્તનો સિદ્ધાંત વાસ્તવમાં તો પદાર્થની ગતિશીલ (dynamic) અવસ્થાની સમસ્યાનું, સ્થૈતિક (static) અવસ્થામાં રૂપાંતર કરે છે. ન્યૂટનનો ગતિનો…
વધુ વાંચો >દબાણ (pressure)
દબાણ (pressure) : એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લંબ રૂપે લાગતું બળ. દબાણ = બળ/ક્ષેત્રફળ. તે ખાસ પ્રકારનું પ્રતિબળ છે. મીટર–કિલોગ્રામ – સેકન્ડ માપપદ્ધતિમાં દબાણનો એકમ = ન્યૂટન/મીટર2 છે. સત્તરમી સદીમાં ફ્રેંચ ભૌતિકશાસ્ત્રી બ્લેઇઝ પાસ્કલે પ્રવાહીના દબાણને લગતા મહત્વના પ્રયોગો કર્યા અને તારવ્યું કે પાત્રમાં ભરેલ તરલ પદાર્થ(પ્રવાહી અથવા વાયુ)ના કારણે પાત્રના…
વધુ વાંચો >દાબમાપકો
દાબમાપકો (instruments for measuring pressure) : દબાણ માપવાનાં સાધનો. દાબમાપકો સામાન્યત: બે પ્રકારનાં હોય છે : (1) પ્રવાહી દાબમાપક (liquid pressure gauge), (2) વાતાવરણ દાબમાપક (atmospheric pressure gauge). (1) પ્રવાહી દાબમાપક : પ્રવાહીનું દબાણ માપવા માટે સામાન્ય રીતે પ્રવાહી મૅનોમીટર (water manometer)નો ઉપયોગ થાય છે. તેની રચનામાં અંગ્રેજી U આકારમાં…
વધુ વાંચો >દાબવિદ્યુત અસર
દાબવિદ્યુત અસર (piezoelectric effect) : યાંત્રિક દબાણની અસર નીચે અવાહક સ્ફટિકમાં, દબાણની દિશાને લંબ રૂપે, તેની એક બાજુ પર ધન વિદ્યુતભાર અને વિરુદ્ધ બાજુ પર ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થવાની ઘટના. 1880માં પીએર અને પાઉલ ઝાક ક્યુરીએ સૌપ્રથમ આ ઘટનાની શોધ કરી હતી. તેમના પ્રયોગ દરમિયાન, ક્વૉટર્ઝ, ટૂર્મેલિન અને રોશેલસૉલ્ટ જેવા…
વધુ વાંચો >દ્રવ્યમાન
દ્રવ્યમાન (mass) : પદાર્થના જડત્વનું માપન દર્શાવતી મૂળભૂત ભૌતિક રાશિ. બધા જ ભૌતિક પદાર્થો પોતાની ગતિના ફેરફારોનો વિરોધ કરતા હોય છે. પદાર્થ સાથે સંકળાયેલી આ લાક્ષણિકતાને જડત્વ કહે છે અને પદાર્થનું તેનું માપન દર્શાવતી મૂળભૂત ભૌતિક રાશિને દ્રવ્યમાન તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાશની ઝડપની સરખામણીમાં ઓછી ઝડપથી ગતિ કરતા પદાર્થનું…
વધુ વાંચો >દ્વિ-ધ્રુવ ચાકમાત્રા
દ્વિ-ધ્રુવ ચાકમાત્રા (dipole moment) : બે સમાન અને વિજાતીય વિદ્યુતભારોમાંથી કોઈ એકના વિદ્યુતભાર અને તેમની વચ્ચેના અંતરનો ગુણાકાર. બે સમાન વિદ્યુતભાર +q અને –q એકબીજાથી અંતરે સ્થાનાંતરિત થયેલા હોય ત્યારે આવા વિદ્યુત દ્વિ-ધ્રુવીની સાથે સંકળાયેલ કાયમી વિદ્યુત દ્વિ-ધ્રુવ ચાકમાત્રા મળે છે. વ્યાપક સ્વરૂપમાં, વિવિક્ત (discrete) વિદ્યુતભારો Xi, Yi, Zi બિંદુઓએ…
વધુ વાંચો >