રશ્મિકાંત પ. મહેતા

વસિષ્ઠ મૈત્રાવરુણ

વસિષ્ઠ મૈત્રાવરુણ : ભારતીય વેદકાળથી જાણીતા ઋષિ. વેદ, રામાયણ-મહાભારત અને પુરાણોમાં વસિષ્ઠ પ્રસિદ્ધ રહ્યા છે. મંત્રદ્રષ્ટા, બ્રહ્મર્ષિ, તત્વજ્ઞાની, સ્મૃતિકાર, વાસ્તુશાસ્ત્રજ્ઞ – એમ અનેક રીતે તેઓ પ્રસિદ્ધ છે. પોતાના તપોબળે તેઓ સપ્તર્ષિમાં સ્થાન પામેલા છે. કર્દમ ઋષિની પુત્રી અરુન્ધતી એમનાં પત્ની હતાં. એમનું દામ્પત્ય આદર્શરૂપ છે. એમના પુત્રોમાં શક્તિ અને પૌત્રોમાં…

વધુ વાંચો >

વિષ્ટુતિ

વિષ્ટુતિ : પ્રાચીન ભારતીય સામવેદના મંત્રોના ગાનનો એક પ્રકાર. જે સ્તુતિમાં મંત્ર, ગાન સાથે ન હોય તે ‘शस्त्र’ છે; તે ઋગ્વેદમાં હોય છે. ગાન સાથે હોય તે ‘स्तोत्र’ છે; તે સામવેદમાં છે. प्रगीतमन्त्रसाध्या स्तुतिः स्तोत्रम् ।  ઉત્તરગાનમાં એક સ્તોત્રમાં ત્રણ ઋચા હોય છે. સાયણાચાર્યનું કથન છે – ये तु मन्त्राः…

વધુ વાંચો >

વેદ

વેદ : જગતસાહિત્યના સૌથી પ્રાચીનતમ ગ્રંથો. આ ગ્રંથોમાં પરમ જ્ઞાન અર્થાત્ ઈશ્વર વિશેનું જ્ઞાન રહેલું છે. સાયણાચાર્ય કહે છે કે જે ઉપાય પ્રત્યક્ષ (પ્રમાણ) કે અનુમાન(પ્રમાણ)થી જાણી શકાતો નથી એને વેદથી જાણી શકાય છે. તેથી તેને ‘વેદ’ કહે છે. ઋગ્વેદ વગેરે જ્ઞાનની પ્રાપ્તિમાં સાધન હોવાથી ‘વેદ’ કહેવાય છે. ‘ઋગ્વેદભાષ્યભૂમિકા’માં સ્વામી…

વધુ વાંચો >