રમેશ બેટાઈ
ઉત્તરરામચરિત
ઉત્તરરામચરિત : ‘उतरे रामचरिते भवभूतिर्विशिष्यते’ ઉક્તિને સર્વથા સાર્થક કર્યાની પ્રતીતિ આપતી ભવભૂતિ(આઠમી સદી)ની નાટ્યકૃતિ. અસામાન્ય નાટ્યસિદ્ધિ અને કાવ્યસિદ્ધિને કારણે વિદ્વાનો આને કવિની અંતિમ કૃતિ માને છે. તેમની અન્ય બે કૃતિઓ છે – સાત અંકની, નાટકપ્રકારની, વીરરસપ્રધાન ‘મહાવીરચરિત’ અને દસ અંકની, પ્રકરણ પ્રકારની શૃંગારરસપ્રધાન ‘માલતીમાધવ’. સાત અંકનું નાટક ‘ઉત્તરરામચરિત’ રામના રાજ્યાભિષેક…
વધુ વાંચો >ઉલ્લાઘરાઘવ (તેરમી સદી)
ઉલ્લાઘરાઘવ (તેરમી સદી) : અણહિલવાડ પાટણના ચૌલુક્ય વંશના રાજપુરોહિત સોમેશ્વરનું રચેલું આઠ અંકનું સંસ્કૃત નાટક. કવિ વસ્તુપાલનો પ્રશંસક અને સમકાલીન છે. તેની અન્ય ખ્યાત કૃતિઓ છે – ‘સુરથોત્સવ’ મહાકાવ્ય, સ્તોત્રકાવ્ય ‘કર્ણામૃતપ્રપા’, ‘કીર્તિકૌમુદી’ ઉપરાંત રામપ્રશસ્તિ, દેલવાડાના મંદિરની પ્રશસ્તિ વગેરે. રામાયણકથાને જ જરા જુદી રીતે અહીં રજૂ કરવામાં આવી છે. જનક રાજાના…
વધુ વાંચો >કરુણાલહરી
કરુણાલહરી (સોળમી સદી) : સંસ્કૃત કાવ્ય. સમર્થ કવિ, પ્રસિદ્ધ આલંકારિક અને વ્યાકરણકાર પંડિત જગન્નાથનું પાંચ લહરીકાવ્યો પૈકીનું એક. 60 શ્લોકના આ લઘુકાવ્યનું બીજું નામ ‘વિષ્ણુલહરી’ છે. તેમાં મૃદુતાભરી, ભાવસભર, ભક્તિમય વાણીમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ તથા તેમની કૃપા અને કરુણાની યાચના કરવામાં આવી છે. કાવ્ય ‘ગંગાલહરી’નું સમકક્ષ છે; તેની કાવ્યશૈલી ઉત્કૃષ્ટ…
વધુ વાંચો >કિરાતાર્જુનીય
કિરાતાર્જુનીય (સાતમી સદી) : કવિ ભારવિએ રચેલું પ્રસિદ્ધ સંસ્કૃત કાવ્ય. એની ઓજસ્વી શૈલી અને અર્થગૌરવના ગુણને લીધે સંસ્કૃત સાહિત્યનાં પ્રસિદ્ધ પાંચ મહાકાવ્યોમાં તે ગણાયું છે. કિરાતકાવ્યનું કથાવસ્તુ મહાભારતના વનપર્વમાંથી લેવાયું છે. અર્જુને શિવને પ્રસન્ન કરી તેમની પાસેથી પ્રસાદરૂપે પાશુપતાસ્ત્ર પ્રાપ્ત કર્યું એ આ કાવ્યનું વસ્તુ છે. આ નાનકડા વસ્તુમાંથી કવિની…
વધુ વાંચો >ક્ષેમેન્દ્ર (અગિયારમી સદી)
ક્ષેમેન્દ્ર (અગિયારમી સદી) : સંસ્કૃત કવિ, નાટકકાર, કાવ્યાલોચક તેમજ શાસ્ત્રગ્રંથોના રચયિતા. ક્ષેમેન્દ્રે ‘ઔચિત્યવિચારચર્ચા’ ઉપરાંત ‘કવિકંઠાભરણ, ‘સુવૃત્તતિલક’, ‘ભારતમંજરી, ‘રામાયણમંજરી’, ‘બૃહત્કથામંજરી’ વગેરે 30થી વધુ ગ્રંથો રચ્યા છે. ભારતીય કાવ્યમીમાંસાના પાંચ પ્રસિદ્ધ વાદોમાં છઠ્ઠો ઔચિત્યવાદ ઉમેરીને તેમણે નવી ભાત પાડી છે. તેઓ કાવ્યને રસસિદ્ધ કહ્યા પછી ઔચિત્યને કાવ્યના સ્થિર જીવિત તરીકે નિરૂપે છે.…
વધુ વાંચો >ભાણ
ભાણ : સંસ્કૃત રૂપકના દસ પ્રકારોમાંનો એક. રૂપકનો તે વિલક્ષણ પ્રકાર છે. ભરતથી શરૂ કરીને (‘નાટ્યશાસ્ત્ર’) વિશ્વનાથ (‘સાહિત્યદર્પણ’) સુધીના નાટ્યશાસ્ત્રીઓએ તેની વ્યાખ્યા કરી છે. તેમાં એક જ પાત્ર હોય છે, જે નાયક અથવા વિટ હોય છે. આ એકોક્તિરૂપક પ્રકારમાં એક જ અંક હોય છે. નાયક આકાશભાષિત દ્વારા પોતાનો અને બીજાં…
વધુ વાંચો >