રમણભાઈ પટેલ

આઇ. સી. એન. વી.

આઇ. સી. એન. વી. (International Committee of Nomen clature of Viruses) : વિષાણુઓનાં વર્ગીકરણ અને નામાભિધાન માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા. આ સમિતિની નવમી બેઠક 1960માં વિષાણુઓ(viruses)ના વર્ગીકરણ માટે મળી હતી. તેમાં પી. સી. એન. વી.(પ્રૉવિઝનલ કમિટી ફૉર નોમેનક્લેચર ઑવ્ વાયરસિઝ)ની ભલામણો ઉપર લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવેલી, અને અંતે નવી આઇ. સી.…

વધુ વાંચો >

આર્બોવિષાણુ

આર્બોવિષાણુ (arbovirus) : સંધિપાદો(arthropods)માં વિકાસ પામતા અને તેમની મારફત વહન કરાતા (arthropod-borne – સંક્ષિપ્ત arbo છે) વિષાણુઓ. આ સમૂહમાં લગભગ 250 વિષાણુઓ છે. આ વિષાણુઓ એવા ચેપકારકો છે, જેમની વિશિષ્ટતા તેમનું અતિ સૂક્ષ્મ કદ અને રાસાયણિક સરળતા છે. આ વિષાણુઓનો ફેલાવો મચ્છર અને બીજી લોહી ચૂસનારી જિંગોડી (ticks) જેવી જીવાતો…

વધુ વાંચો >

કાંગ

કાંગ : એકદળી વર્ગમાં આવેલા પોએસી (ગ્રેમીની) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Setaria italica (Linn.) Beauv. (સં. કંગુની, કંગુનિકા, પ્રિયંગુ; હિં. કંગ્ની, કાલા કંગ્ની, કંગુની; બં. કંગુ, કોરા; મ. નાવારી, કંગુ, રાળા, ચેન્ના; ગુ. કાંગ, કારંગ; ક. નવણી, કાંગો; તે. કોરાલુ, કોરા; તા. તેનાઈ; મલા. તેના, થિના; અં. ઇટાલિયન…

વધુ વાંચો >

કોદરા

કોદરા : એકદળી વર્ગમાં આવેલા પોએસી (ગ્રેમિની) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Paspalum scrobiculatum Linn. syn. P. commersonii Lam; P. scrobiculatum var. commersonii Staff; P. scrobiculatum var. frumentaceum Stapf (સં. કોદ્રવ; હિ. કોદો, કોદવ; બં. કોદોવા ધાન; મ. કોદ્રા, હરિક; ગુ. કોદરા; તે. અરીકાળુ, આરુગુ; તા. અને મલા. વારાગુ; ક.…

વધુ વાંચો >

ખરસાણી

ખરસાણી (Niger) : દ્વિદળી વર્ગમાં આવેલા એસ્ટરેસી કૂળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Guizotia abyssinica (હિંદી અરસાની ગુ. રામતલ) છે. ભારતમાં આ પાકનું વાવેતર મુખ્યત્વે ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં થાય છે. ગુજરાતમાં તેનું વાવેતર દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ અને સૂરત જિલ્લાના ડુંગરાળ પ્રદેશમાં તેમજ સૌરાષ્ટ્રના ઓછા વરસાદવાળા અમરેલી જિલ્લાના વિસ્તારમાં…

વધુ વાંચો >

ગુંબજ (dome)

ગુંબજ (dome) : સુરેખા કે વક્રરેખાનો એક છેડો ઊર્ધ્વ અક્ષ પર રાખી તેની આજુબાજુ તે રેખાનું ભ્રમણ કરવાથી બનતું સપાટીવાળું છતના કોષીય (cellular) પ્રકારનું બાંધકામ. તે પાતળી સપાટીવાળું, સ્તરીય બાંધકામ છે કે જેને કેંચી (truss), પર્શુકા (rib) કે ત્રિકોણીય (triangulated) સંરચનાથી ટેકવવામાં આવેલ હોય છે. પુરાણ કાળથી ભારતમાં તથા વિશ્વના…

વધુ વાંચો >

જુવાર

જુવાર : એકદળી વર્ગના પોએસી (ગ્રેમિની) કુળની ચારા અને ધાન્ય તરીકે ઉગાડવામાં આવતી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sorghum bicohor (Linn.) Moench (સં. યાવનાલ, હિં. જવાર, મ. જવારી, અં. ગ્રેટ મિલેટ) છે. રંગસૂત્રો : 2 એન 20. જુવારના છોડને ‘પોએસી’ કુળના અન્ય છોડની જેમ તંતુમૂળ હોય છે. છોડ જમીનથી એકલ દાંડીમાં…

વધુ વાંચો >

જુવાર સંશોધન કેન્દ્ર

જુવાર સંશોધન કેન્દ્ર : જુવાર અંગેના સંશોધન માટેનું મુખ્ય કેન્દ્ર. રાજ્યનું મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર સૂરત ખાતે આવેલું છે. આ કેન્દ્ર ખાતે સંવર્ધનથી વહેલી પાકતી, કીટકો અને રોગો સામે પ્રતિકારકતા ધરાવતી, સૂકા અને અર્ધસૂકા વિસ્તારને માફક આવતી તથા વધુ ઉત્પાદન આપતી દાણા અને દાણા-ચારાની જાતો વિકસાવવાની કામગીરી હાથ ધરાય છે.…

વધુ વાંચો >

ડુંગળી

ડુંગળી : એકદળી વર્ગમાં આવેલા લીલીએસી કુળની વનસ્પતિ. ડુંગળીનું વૈજ્ઞાનિક નામ Alliumcepa છે. ઈરાન અને પાકિસ્તાનના પ્રદેશો ડુંગળીના ઉદભવનું મૂળ કેન્દ્ર ગણાય છે. હિંદીમાં प्याज, મરાઠીમાં कांदा, તેલુગુમાં નિરુલી, જ્યારે અંગ્રેજીમાં onion નામથી તે જાણીતી છે. ડુંગળીનો છોડ ગોળાકાર, પોલાં અને પુષ્ટ પર્ણોવાળો હોય છે. કંદ જમીનમાં કળી ઉપર રૂપાંતરિત…

વધુ વાંચો >

તાંદળજો

તાંદળજો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા અપામાર્ગાદિકુળ- Amaranthaceae)ની શાકીય વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Amaranathus lividus Linn (સં. तंदुलीक; હિં. चौलाई; चौळाई; મ. તાંદુળજા; બં. ક્ષુદેનટે, કાંટાનટે, તે. કુઈ કોરા, ચિરિકુરા, મોલાકુરા. તા. મુલ્લુકુરઈ; અ. બુક્કેલેયમાનીય) છે. તેનું ઉદભવસ્થાન દક્ષિણ ભારત માનવામાં આવે છે. તાંદળજાનો છોડ વર્ષાયુ પ્રકારનો શાખાઓ તથા પ્રશાખાઓવાળો…

વધુ વાંચો >