રણજિત પટેલ
કંથારિયા બાલાશંકર ઉલ્લાસરામ
કંથારિયા, બાલાશંકર ઉલ્લાસરામ (જ. 17 મે 1858, નડિયાદ; અ. 1 એપ્રિલ 1898, નડિયાદ) : ગુજરાતીમાં ગઝલના આદ્યપ્રવર્તક કવિ. વતન નડિયાદ. પિતા મામલતદાર હતા એટલે આર્થિક સ્થિતિ સારી. બાલાશંકર અતિ લાડકોડમાં ઊછરેલા ને નાનપણથી જ મસ્ત પ્રકૃતિના હતા. મૅટ્રિક્યુલેશન સુધીનો અભ્યાસ. કૉલેજના અભ્યાસ માટે એમણે બે વર્ષ એફ. એ.ની પરીક્ષા માટે…
વધુ વાંચો >કુરુક્ષેત્ર (સાહિત્ય : મહાકાવ્ય)
કુરુક્ષેત્ર (સાહિત્ય : મહાકાવ્ય) : ગુજરાતી કવિ ન્હાનાલાલે કરેલો મહાકાવ્યનો પ્રયોગ. અર્વાચીન ગુજરાતી કવિતામાં ન્હાનાલાલ પૂર્વે પણ મહાકાવ્ય રચવાના પ્રયત્નો થયેલા. નર્મદ, દોલતરામ, ભીમરાવ, ગોવર્ધનરામ વગેરેએ કર્યા છે તેમાં ‘એપિક’ સર્જવાનો ન્હાનાલાલનો આ સભાન પ્રયત્ન વિશેષ ધ્યાનાર્હ છે. એમની લાક્ષણિક ડોલનશૈલીમાં મહાકાવ્યનું આ વસ્તુનિર્માણ કરતાં ખાસ્સાં બત્રીસ વર્ષ લાગેલાં. કવિના…
વધુ વાંચો >કોઠારી – ભાઈલાલ પ્ર.
કોઠારી, ભાઈલાલ પ્ર. (જ. 15 જુલાઈ 1905, બરકાલ; અ. 14 જુલાઈ 1983, વડોદરા) : ગુજરાતના એક સન્નિષ્ઠ અધ્યાપક અને લેખક. પિતા પ્રભાશંકર ને માતા ચંચળબા. બાલ્યાવસ્થાથી જ પિતાનું છત્ર ગુમાવી બેઠેલા ભાઈલાલભાઈ, માતાની હૂંફ અને પ્રેરણાથી વડોદરાની સયાજી હાઈસ્કૂલમાં અભ્યાસ કરી મૅટ્રિક થયા ને કુટુંબને આર્થિક ટેકા માટે ઑક્ટ્રૉય ક્લાર્કની…
વધુ વાંચો >ક્લાન્ત કવિ
ક્લાન્ત કવિ : એ નામનો ગુજરાતી કાવ્યસંગ્રહ. તેના કવિ બાળાશંકર ઉલ્લાસરામ કંથારિયા છે. ‘ક્લાન્ત કવિ’ તેમનું તખલ્લુસ પણ હતું. અર્વાચીન કવિતા સાહિત્યના ઇતિહાસમાં 1885માં પ્રગટ થયેલ આ ખંડકાવ્ય ‘ક્લાન્ત કવિ’નું મહત્વ ઐતિહાસિક તેમજ કાવ્યગુણની ર્દષ્ટિએ નોંધપાત્ર છે. 1898ના એપ્રિલમાં બાળાશંકરનું અવસાન થયું એ પછી 1942 સુધીમાં મણિલાલ દ્વિવેદી, કલાપી, પ્રો.…
વધુ વાંચો >નંદબત્રીસી
નંદબત્રીસી : મધ્યકાલીન ગુજરાતી કવિ શામળે રચેલી પદ્યવાર્તા. શામળ ‘નંદબત્રીસી’ને અંતે કહે છે : ‘કામિનીને જીતી જેહણે, જુગ બાધો જિત્યો તેહણે, છેલ્લો અક્ષર કહું છું સહી પરનારી સંગ કરવો નહીં.’ દૃઢ બદ્ધમૂલ શંકાનો કીડો એક વાર ચિત્તમાં પેઠા પછી માનવીના સત્વને કેવો તો કોરી ખાય છે તે આ કથાનો વિષય…
વધુ વાંચો >