રજનીકાન્ત પટેલ

ટેલિપથી

ટેલિપથી : ઇન્દ્રિયના સ્વીકૃત માધ્યમ વગર સ્વતંત્ર રીતે કોઈ પણ પ્રકારના વિચાર અથવા મનની છાપને એક મનથી બીજા મન સુધી સંક્રાન્ત કરવાનો વ્યવહાર. ફ્રેડરિક માયર્સે ‘ટેલિપથી’ શબ્દ પ્રયોજી તેને વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો. તેના દર્શાવ્યા પ્રમાણે ટેલિપથી એટલે બે માનવી વચ્ચેના લાગણી અને આવેગનો તત્કાળ ઇન્દ્રિયાતીત વિનિમય. દૂરના…

વધુ વાંચો >

ટેવ

ટેવ (habit) : શિક્ષણપ્રક્રિયાના પરિણામ રૂપે અથવા અન્યથા પુન: પુન: કરવા રૂપે થતું વર્તન. શિક્ષણ, કેળવણી કે તાલીમને લીધે જીવંત પ્રાણીનું વર્તન પ્રમાણમાં વધારે યાંત્રિક, સ્થિર અને નિયમિત બનતું જણાય છે. વર્તન ટેવનું સ્વરૂપ ધારણ કરે છે. માલિકનાં પગલાં સાંભળી પૂંછડી પટપટાવતો કૂતરો, રોજ સવારે જાગીને ઘડિયાળને અચૂક ચાવી આપતો…

વધુ વાંચો >

તોતડાપણું

તોતડાપણું : વાણીની વિકૃતિ. બાળકની વાણીના વિકાસમાં મુશ્કેલીઓ આવે તો તે ખામીયુક્ત બની શકે છે. વાણીની ખામીઓમાં અપૂરતા શિક્ષણથી પરિણમતી અશુદ્ધ ભાષાથી માંડીને વાણીની વિકૃતિઓ જોવા મળે છે. વાણીની વિકૃતિઓમાં મુખ્યત્વે (1) કાલું બોલવું (lipsing); (2) અસ્પષ્ટ કે ગરબડિયું બોલવું (slurring); (3) તોતડાપણું (stuttering) અને અટકીને બોલવું  – આ ત્રણનો…

વધુ વાંચો >

થર્સ્ટન, એલ. એલ.

થર્સ્ટન, એલ. એલ. [જ. 29 મે 1887, શિકાગો, ઇલિનૉય; અ. 29 સપ્ટેમ્બર 1955, chapel Hill, North (qrolina)] : વિખ્યાત અમેરિકન મનોવિજ્ઞાની. બુદ્ધિમાપનના ક્ષેત્રે તેમનો ફાળો મહત્વનો ગણાય છે. કેળવણી કૉર્નેલ અને શિકાગો યુનિવર્સિટીમાં. ત્યારપછી કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલૉજીમાં  આઠ વર્ષ વ્યવસાય કર્યો. પછીનાં બધાં વર્ષો શિકાગો યુનિવર્સિટીમાં ગાળ્યાં. તેમના વ્યવસાય,…

વધુ વાંચો >

પરપીડન

પરપીડન : મર્યાદિત અર્થમાં ‘પરપીડન’ (sadism) શબ્દ વિકૃત કે વિચલિત જાતીય મનોવૃત્તિ તથા વર્તનના સંદર્ભમાં વપરાય છે. આ અર્થમાં પરપીડન એટલે વ્યક્તિનું એવું મનો-ભૌતિક વર્તન જેના દ્વારા તે અન્ય વ્યક્તિને પીડા આપીને જાતીય આનંદ કે સંતોષ મેળવે છે. આવું વર્તન નર-નારી વચ્ચે કે એક જ જાતિની વ્યક્તિઓ વચ્ચે હોઈ શકે…

વધુ વાંચો >

પરામનોવિજ્ઞાન (parapsychology)

પરામનોવિજ્ઞાન (parapsychology) : મનોવિજ્ઞાનની એક એવી શાખા, જે ઇન્દ્રિયાતીત જણાતાં અનુભવો અને ઘટનાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. પરામનોવિજ્ઞાનના પ્રણેતા સમા ડૉ. રાઇનના શબ્દોમાં કહીએ તો, પરામનોવિજ્ઞાન એવી ઘટનાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે, જેની સમજૂતી સ્થળ અને કાળની ચોક્કસ મર્યાદામાં કામ કરતા ભૌતિક નિયમો દ્વારા આપી શકાતી નથી. આવી ઘટનાઓને પરામનોવૈજ્ઞાનિક ઘટનાઓ,…

વધુ વાંચો >

પૂર્વબોધન (precognition)

પૂર્વબોધન (precognition) : ભવિષ્યમાં બનનારા સંભવિત બનાવનું જ્ઞાન. આ જ્ઞાન આપણાં જ્ઞાત સંવેદનસાધનો દ્વારા નહિ પણ અજ્ઞાત સ્વરૂપે પ્રાપ્ત થતું હોય છે. પરામનોવિજ્ઞાનના ક્ષેત્રે સત્તરમી સદીમાં તે માટેનો અંગ્રેજી શબ્દ ‘પ્રીકૉગ્નિશન’ વિશેષ પ્રચલિત બન્યો હતો. પૂર્વબોધન દૃશ્ય સ્વરૂપે થતું હોવાની માન્યતા જ્યારે પ્રચલિત હતી ત્યારે તે માટે ‘પૂર્વદૃષ્ટિ’ (prevision) શબ્દનો…

વધુ વાંચો >