મ. શિ. દૂબળે

અણુજીવવિજ્ઞાન (molecular biology)

અણુજીવવિજ્ઞાન (molecular biology) : આણ્વિક કક્ષાએ સજીવોના બંધારણાત્મક ઘટકો અને જૈવી ક્રિયાઓનો ખ્યાલ આપતું વિજ્ઞાન. સજીવોના શરીરમાં ડી.એન.એ(DNA)ના અણુઓ, ઉત્સેચકો અને કેટલાંક અન્ય જૈવિક રસાયણો તેમજ પર્યાવરણિક બળોને અધીન, કોષમાં સુમેળથી થતી પ્રક્રિયાઓને લીધે કોષની ક્ષમતા જળવાય છે. તેથી આણ્વિક કક્ષાએ થતી સજીવોની મૂલગત પ્રક્રિયાઓની માહિતી મેળવવા તરફ ભૌતિક અને…

વધુ વાંચો >

અપચય

અપચય (catabolism) : જીવંત કોષોમાં ચાલતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો એક પ્રકાર. તે દરમ્યાનમાં જટિલ અણુઓનું ઉત્સેચકોની મદદથી સાદા અણુઓમાં વિઘટન કે ઉપચયન થાય છે અને શક્તિ પ્રાપ્ત થાય છે. સામાન્યપણે વિમુક્ત કાર્યશક્તિનો ઉપયોગ સજીવોની જૈવ ક્રિયામાં કરવામાં આવે છે. જોકે બધી અપચયી પ્રક્રિયાઓ માત્ર કાર્યશક્તિના વિનિયોગ સાથે સંકળાયેલી નથી. અપચયી…

વધુ વાંચો >

અભિસરણતંત્ર

અભિસરણતંત્ર (Circulatory system) પ્રાણીશરીરમાં જીવનાવશ્યક વસ્તુઓને શરીરના વિવિધ ભાગો તરફ વહન કરતું તેમજ શરીરમાં પ્રવેશેલ કે ઉદભવેલ ત્યાજ્ય પદાર્થોના ઉત્સર્જન માટે જે તે અંગ તરફ લઈ જતું વહનતંત્ર. પ્રત્યેક પ્રાણી જીવનાવશ્યક પોષકતત્ત્વો તથા પ્રાણવાયુ જેવા પદાર્થો પર્યાવરણમાંથી મેળવે છે. તે જ પ્રમાણે ચયાપચયની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતાં ઉત્સર્ગ-દ્રવ્યોને શરીરમાંથી તે…

વધુ વાંચો >

અસ્થિમત્સ્યો

અસ્થિમત્સ્યો (osteichthyes) હાડકાનું અંત:કંકાલ ધરાવતી માછલીઓ. હાલમાં જીવતી હનુધારી (gnathostoma) માછલીઓ બે સ્વતંત્ર વર્ગોમાં વહેંચાયેલી છે : ટીલિયૉસ્ટોમી અને ઇલૅસ્મોબ્રૅકિયેમૉર્ફી. લુપ્ત માછલીઓનો સમાવેશ કરવામાં આવે તો આ વર્ગો વચ્ચેની ભિન્નતા અસ્પષ્ટ બને છે. શક્ય છે કે ટીલિયૉસ્ટોમી માછલીઓ એક યા બીજા તબક્કે વાતાશયો (air bladders) ધરાવતી હોય. આજે જીવતી બધી…

વધુ વાંચો >

આનુવંશિકતા અને જનીનવિદ્યા

આનુવંશિકતા અને જનીનવિદ્યા (Heredity and Genetics) એક પેઢીમાંથી બીજી પેઢીમાં જૈવિક લાક્ષણિકતાઓનું થતું સંચારણ અને તેના અભ્યાસને લગતું વિજ્ઞાન. દરેક પ્રકારનાં સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવી પ્રતિકૃતિ સંતતિરૂપે ઉત્પન્ન કરે છે. માતાપિતા (પ્રજનકો, parents) અને સંતતિઓ વચ્ચેના સામ્યની સાથે સાથે તેમનામાં ભેદ પણ જોવા મળે છે. આથી બે વ્યક્તિઓ સંપૂર્ણપણે…

વધુ વાંચો >

આર. એન. એ.

આર. એન. એ. (Ribonucleic acid – RNA) : સજીવોનાં આનુવંશિક લક્ષણોના સંચારણ (transmission) માટે અગત્યના એવા રાઇબોન્યૂક્લિયોટાઇડ અણુએકમોના બહુલકો. પ્રત્યેક ન્યૂક્લિયોટાઇડમાં બેઇઝ તરીકે પ્યુરિન અથવા પિરિમિડાઇનનો એક અણુ હોય છે. તે રાઇબોઝ શર્કરા-અણુના પહેલા કાર્બન સાથે જોડાયેલો હોય છે, જ્યારે તેના પાંચમા કાર્બન સાથે ફૉસ્ફેટનો અણુ જોડાયેલો હોય છે. સામાન્યપણે…

વધુ વાંચો >

આવરણતંત્ર (પ્રાણીશાસ્ત્ર)

આવરણતંત્ર (પ્રાણીશાસ્ત્ર)  (Integumentary System)  પર્યાવરણ પરત્વે શરીરનું સમાયોજન કરતું ત્વચા અને/અથવા અન્ય આવરણરૂપ તંત્ર. શરીરની બાહ્ય દીવાલ રૂપે આ તંત્ર શરીરની આસપાસ એક સુરક્ષિત આવરણ બનાવે છે. આ આવરણ શરીરને થતી ભૌતિક ઈજા અટકાવવા ઉપરાંત, ઢાલ બનીને શરીરને ભક્ષક પ્રાણીઓથી રક્ષણ આપે છે. વળી બૅક્ટેરિયા તેમજ તેના જેવાં અન્ય હાનિકારક…

વધુ વાંચો >

ઉત્ક્રાંતિ, સજીવોની

ઉત્ક્રાંતિ, સજીવોની (organic evolution) સજીવોની એક પેઢીમાંથી બીજી પેઢીમાં થતા જનીનિક અનુત્ક્રમણીય (irreversible) ફેરફારોને લઈને નિર્માણ થતી નવી જાતિનો ખ્યાલ આપતો કુદરતી પ્રક્રમ. પૃથ્વી પરનાં વિવિધ પર્યાવરણોના નિકેતો(niches)માં અનેક જાતની વનસ્પતિ અને પ્રાણીઓની સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. તેમાં રચનાત્મક અને ક્રિયાત્મક ભિન્નતા રહેલી છે. પૃથ્વી પર સજીવ સૃષ્ટિનું અવતરણ તે…

વધુ વાંચો >

ઉત્સર્ગતંત્ર અને ઉત્સર્ગક્રિયા

ઉત્સર્ગતંત્ર અને ઉત્સર્ગક્રિયા (પ્રાણીવિજ્ઞાન) (excretory system and excretion) શરીરમાં થતા ચયાપચયને પરિણામે ઉત્પન્ન થયેલા તેમજ શરીરમાં પ્રવેશેલા બિનજરૂરી અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા એટલે ઉત્સર્જન. કાર્બન ડાયૉક્સાઇડ જેવાં વાયુસ્વરૂપનાં તત્વોનો ત્યાગ શ્વસનતંત્ર દ્વારા કરવામાં આવે છે. જ્યારે ઘનસ્વરૂપ મળ જેવા કચરાને મળદ્વાર વાટે શરીરમાંથી દૂર કરવામાં આવે છે;…

વધુ વાંચો >

ઉત્સેચકો (enzymes) (જીવવિજ્ઞાન)

ઉત્સેચકો (જીવવિજ્ઞાન) (enzymes)  સજીવોનાં શરીરમાં દેહધાર્મિક (physiological) ક્રિયાઓના ભાગરૂપે સતત ચાલ્યા કરતી રાસાયણિક પ્રક્રિયાઓને સહજસાધ્ય (spontaneous) અને ઝડપી બનાવનાર ઉદ્દીપકો (catalysts). પ્રોટીનના બનેલા આ ઉત્સેચકો વિશિષ્ટ રાસાયણિક ઘટક પર સંશ્લેષણાત્મક (synthetic) અથવા વિઘટનાત્મક (degradative) પ્રક્રિયા દ્વારા તેનું એક યા બીજા સ્વરૂપમાં રૂપાંતર કરે છે. દાખલા તરીકે પ્રાણીઓનાં શરીરમાં આવેલા પ્રૉટિયૉલેટિક…

વધુ વાંચો >