મેઢ સુકુમાર શ્યામલાલ

મેઢ, સુકુમાર શ્યામલાલ

મેઢ, સુકુમાર શ્યામલાલ (જ. 2 ઑક્ટોબર 1928, વારાણસી) : ગુજરાતના ખ્યાતનામ ભૂસ્તરવિદ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના પ્રણેતા. જન્મ ગુજરાતી નાગર કુટુંબમાં. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી ભૂસ્તરશાસ્ત્રના વિષયમાં 1948માં એમ.એસસી.ની પદવી મેળવી. 1951માં મ. સ. યુનિવર્સિટી, વડોદરા ખાતે સિવિલ ઇજનેરીમાં ઇજનેરી ભૂસ્તરશાસ્ત્રના વિષયમાં અધ્યાપક તરીકે વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો.…

વધુ વાંચો >