મુદ્રિકા જાની
અંધારિયા, રસિકલાલ
અંધારિયા, રસિકલાલ (જ. 13 ઑક્ટોબર 1931, ભાવનગર; અ. 19 જુલાઈ 1984, લંડન) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતને ગુજરાતના નકશા ઉપર સ્થાન અપાવનાર સમર્થ ગાયક. સંગીતનો વારસો તેમના પિતા અને દાદા પાસેથી મળેલો. દાદા ભાવનગરના રાજા ભાવસિંહજીના દરબારના રાજગવૈયા હતા. તેમને કોઈ પરંપરાપ્રાપ્ત ગુરુ નહોતા. સંગીતની પ્રાથમિક તાલીમ તેમણે સંગીતજ્ઞ પિતા…
વધુ વાંચો >આડાચૌતાલ
આડાચૌતાલ (ચારતાલ) : સંગીતના એક તાલનું નામ. આ તાલ વિલંબિત લયની ખ્યાલ ગાયકી સાથે તથા મધ્યલયની બંદિશ સાથે પણ વગાડાય. કેટલાક ગાયકો ધ્રુપદ ગાયકીમાં પણ તેનો ઉપયોગ કરે છે. માત્રા 14. તેના ખંડ 7. દરેક ખંડમાં બે બે માત્રાઓ. તાલી 1, 3, 7, 11 માત્રા ઉપર. ખાલી 5, 9, 13…
વધુ વાંચો >આશાવરી
આશાવરી : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો એક થાટ અને તેમાંથી જન્મેલો રાગ. રાગ-રાગિણી પરંપરાને માનનારા ‘સંગીત- દર્પણ’ વગેરે ગ્રન્થોમાં આશાવરીને રાગિણી કહી છે. આ રાગમાં ગંધાર, ધૈવત અને નિષાદ સ્વરો કોમળ તથા અન્ય સ્વરો શુદ્ધ આવે. આરોહમાં ગંધાર અને નિષાદ સ્વરો વર્જિત, તેથી તેની જાતિ ઓડવ સંપૂર્ણ-તેના વાદી સ્વર ધૈવત…
વધુ વાંચો >