મિર્ઝા ક્લીચબેગ

મિર્ઝા, ક્લીચબેગ

મિર્ઝા, ક્લીચબેગ (જ. 7 ઑક્ટોબર 1853, ટંડા, સિંધ; અ. 3 જુલાઈ 1929, હૈદરાબાદ, પાકિસ્તાન) : અર્વાચીન સિંધી સાહિત્યના પ્રારંભિક તબક્કાના અગ્રણી લેખક. મૂળે જ્યૉર્જિયાના ખ્રિસ્તી વંશના. તુર્કોએ જ્યૉર્જિયા કબજે કરીને ખ્રિસ્તી લોકોને કેદી બનાવી તહેરાન મોકલ્યા તેમાંના સિડની નામના ખ્રિસ્તી બાળકને અન્ય સોગાતોની સાથે તહેરાનમાંથી સિંધના મીર શાસકો પાસે ભેટ…

વધુ વાંચો >