મહેશ ચંપકલાલ

શાહ, સુભાષ રસિકલાલ

શાહ, સુભાષ રસિકલાલ (14 એપ્રિલ 1941, બોરસદ, ખેડા જિલ્લો) : ગુજરાતના ખ્યાતનામ નાટ્યકાર, નવલકથાકાર અને કવિ. સન 1964માં વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી આંકડાશાસ્ત્ર (સ્ટેટિસ્ટિક્સ) વિષય સાથે એમ.એસસી.. સન 1964થી 1983 દરમિયાન અમદાવાદની સિટી કૉમર્સ કૉલેજમાં એ જ વિષયના વ્યાખ્યાતા. સન 1984-85માં ગુજરાત યુનિવર્સિટીના ‘સેન્ટર ફૉર ડેવલપમેન્ટ કમ્યૂનિકેશન’ના કોઑર્ડિનેટર. સન 1978થી…

વધુ વાંચો >

શેક્સપિયર સોસાયટી

શેક્સપિયર સોસાયટી (સ્થાપના : 1951) : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગ સાથે સંકળાયેલી અને અંગ્રેજી ભાષામાં નાટકો ભજવતી પચાસથી પણ વધારે વર્ષો જૂની પ્રમુખ નાટ્યસંસ્થા. સન 1950ના અરસામાં અંગ્રેજી વિભાગ દ્વારા સ્થપાયેલ ‘અભ્યાસવર્તુળ’ કે જેમાં દર શુક્રવારે અભ્યાસક્રમ સિવાયની કૃતિઓનો અભ્યાસ થતો, તેમાં વર્ગખંડની બહાર ભીંતો વિનાના ભણતરનો, નાટ્યપ્રયોગ…

વધુ વાંચો >

સરી જતું સૂરત (સન્ 1942)

સરી જતું સૂરત (સન્ 1942) : ધનસુખલાલ મહેતા-રચિત ગુજરાતી નાટ્યકૃતિ. ‘અમે બધાં’ નામના આત્મસંસ્મરણના પુસ્તક પરથી સંકલિત કરાયેલું અને ઈ. સ. 1895થી 1920 સુધીના સૂરતી જીવનનો ચિતાર આલેખતું આ નાટક, અંકોમાં નહિ પણ સાત દૃશ્યોમાં વહેંચાયેલું છે. નાટકના નાયક વિપિનના જન્મ, અભ્યાસ, વિવાહ અને લગ્નની આસપાસ વણાતી મધ્યમવર્ગીય સહેલાણી સૂરતી…

વધુ વાંચો >

હવેલી (1977)

હવેલી (1977) : કવિ ઉમાશંકર જોષીના સન 1951માં પ્રગટ થયેલા દ્વિતીય એકાંકીસંગ્રહ ‘શહીદ અને બીજાં નાટકો’નું નવસંસ્કરણ; જેમાં મૂળ અગિયાર એકાંકીઓ ઉપરાંત બે અન્ય મૌલિક એકાંકીઓ ‘હવેલી’ અને ‘હળવાં કર્મનો હું નરસૈંયો’ તથા ગ્રીક નાટ્યકાર યુરિપિડીઝના નાટક ‘ઇફિજિનિયા’ના પરાકાષ્ઠા-દૃશ્યનો એકાંકી રૂપે પદ્ય-અનુવાદ ઉમેરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ચળવળના સમકાલીન વાતાવરણની પશ્ચાદભૂમાં…

વધુ વાંચો >

હૉલ પીટર (રેજિનાલ્ડ ફ્રેડરિક)

હૉલ પીટર (રેજિનાલ્ડ ફ્રેડરિક) (જ. 22 નવે. 1930, બરિ સેંટ એડમંડસ્, સફૉલ્ક, ઇંગ્લૅન્ડ) : જાણીતા બ્રિટિશ નાટ્યદિગ્દર્શક અને થિયેટર-મૅનેજર. બ્રિટનની વિશ્વવિખ્યાત નાટકકંપનીઓ રૉયલ શેક્સપિયર કંપની અને રૉયલ નેશનલ થિયેટરના પ્રણેતા. પર્સ સ્કૂલ, કેમ્બ્રિજમાં અભ્યાસ. રશિયન ભાષા પણ શીખ્યા. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણતી વેળા અવેતન (amateur) દિગ્દર્શક તરીકે અનેક નાટકો ભજવ્યાં અને…

વધુ વાંચો >