મહેન્દ્ર અમીન

અભિવ્યક્તિ

અભિવ્યક્તિ : સૌન્દર્યના પર્યાયરૂપે વિચાર કે ભાવનો શાબ્દિક આવિષ્કાર. વિચારની શાબ્દિક અભિવ્યક્તિ એ કાવ્ય-સૌન્દર્યનો પર્યાય છે. સિસેરો એને શબ્દોની વિચારો સાથેની સાવયવ એકતા તરીકે ઓળખાવે છે. યુરોપમાં પુનર્જાગૃતિકાળમાં કવિતાનો અભિવ્યક્તિ સાથેનો સંબંધ જી. ફ્રાકોસ્ટોરોએ ‘નૉગેરિયસ’માં સમજાવ્યો છે. ‘સ્વ-નિર્દેશન દ્વારા સુપેરે અભિવ્યક્તિ સિદ્ધ કરવી એ જ આ કવિનો ઉદ્દેશ હોવો જોઈએ’ …

વધુ વાંચો >

કોરસ

કોરસ (Chorus Theatre Group of Communication) : પ્રસિદ્ધ ગુજરાતી નાટ્યમંડળ. સ્થાપના : ઈ. સ. 1975. સંસ્થાપક-સંચાલક નિમેષ નિરંજન દેસાઈ. સત્વશીલ નાટ્યપ્રવૃત્તિ દ્વારા અવેતન ગુજરાતી રંગભૂમિને સતત ધબકતી રાખવાના મુખ્ય ઉદ્દેશ સાથે શરૂ થયેલી આ સંસ્થાએ અઢાર વર્ષ (1975-1993) દરમિયાન આશરે પાંત્રીસ નાટકોનું નિર્માણ અને રજૂઆત કર્યાં છે. મૌલિક ગુજરાતી નાટ્યકૃતિઓ…

વધુ વાંચો >

બટલર, સૅમ્યુઅલ

બટલર, સૅમ્યુઅલ (જ. 1612, સ્ટ્રેન્શામ, વૉર્સેસ્ટર્શાયર, ઇંગ્લડ; અ. 1680) : અંગ્રેજ કટાક્ષકાર. સ્ટ્રેન્શામની જ એક કથીડ્રલ શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મહાવિદ્યાલય કે વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ લેવાનું શક્ય નહિ બન્યું. આમ છતાં તેમનાં લખાણો તેમજ એવા અન્ય પુરાવા જોતાં નિ:શંક રીતે કહી શકાય કે તેઓ વિદ્વાન હતા. આયુષ્યનાં મોટાભાગનાં વર્ષો દરમિયાન…

વધુ વાંચો >

બનિયન, જૉન

બનિયન, જૉન (જ. 1628, એલસ્ટોવ, બેડફર્ડશાયર પરગણું, ઇંગ્લૅન્ડ; અ. 1688) : આંગ્લ ધર્મોપદેશક અને લેખક. સાવ સામાન્ય પરિવારમાં જન્મેલ જૉન બનિયન એક કારીગર પિતાના પુત્ર હતા. પ્રશિષ્ટ કહી શકાય એવા શિક્ષણથી સદંતર વંચિત એવા બનિયને તેમના સમકાલીનોમાંના કોઈનું પણ સાહિત્ય વાંચ્યું હોય એવી સંભાવના જણાતી નથી. કારકિર્દીના પ્રારંભે બાપીકા વ્યવસાયમાં…

વધુ વાંચો >