મલૂકચંદ ર. શાહ

વદ્ધમાણદેસણા (1495)

વદ્ધમાણદેસણા (1495) : ગયાસુદ્દીન ખિલજીના કોશાધિકારી જાવડની વિનંતીથી, સાધુવિજયગણિના શિષ્ય શુભવર્ધનગણિએ રચેલો ગ્રંથ. વર્ધમાનસ્વામી અર્થાત્ મહાવીર સ્વામીએ ‘ઉવાસગદસા’ નામના સાતમા અંગમાં આપેલા ઉપદેશનો આમાં સમાવેશ હોવાથી તેનું નામ ‘વદ્ધમાણદેસણા’ છે. દસ ઉલ્લાસોમાં ગ્રંથ વિભાજિત છે. કુલ પદ્યસંખ્યા 3,173 છે. તેમાં 3,163 પદ્ય જૈનમહારાષ્ટ્રીમાં તથા દસ સંસ્કૃતમાં છે. આનન્દ આદિ દશ…

વધુ વાંચો >

સુદંસણાચરિય (સુદર્શનાચરિત)

સુદંસણાચરિય (સુદર્શનાચરિત) : જૈન કથાકાવ્ય. તેના લેખક દેવેન્દ્રસૂરિ છે. ચાર હજારથી વધુ પ્રાકૃત ગાથાઓવાળું ‘સુદંસણાચરિય’ આઠ અધિકારો અને સોળ ઉદ્દેશોનું બનેલું છે. ધનપાલ, સુદર્શના, વિજયકુમાર, શીલમતી, અશ્વાવબોધ, ભ્રાતા, ધાત્રીસુત અને ધાત્રી – એ આઠ અધિકારોના મુખ્ય વર્ણ્યવિષયો છે. તેના પ્રથમ ઉદ્દેશમાં ધનપાલની વાતમાં ‘જૈન ધર્મકથાનું શ્રવણ હિતકારી છે’ – તે…

વધુ વાંચો >

સુપાસનાહચરિય

સુપાસનાહચરિય : શ્રી ચન્દ્રસૂરિના ગુરુભાઈ અને હેમચન્દ્રસૂરિના શિષ્ય લક્ષ્મણગણિએ 1142માં રાજા કુમારપાળના રાજ્યારોહણના વર્ષમાં કરેલી ગ્રંથરચના. પ્રાકૃત પદ્યની આ રચનામાં ક્યારેક સંસ્કૃત અને અપભ્રંશનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. એમાં અનેક સુભાષિતો પણ મૂકવામાં આવ્યાં છે. સાતમા તીર્થંકર સુપાર્શ્ર્વનાથના ચરિત્રના વર્ણનને સ્થાને, ગ્રંથમાં તેમના ઉપદેશોની રજૂઆત વધુ પ્રમાણમાં છે. શ્રાવકોના…

વધુ વાંચો >