મનોજ જોશી

કર્ષણ

કર્ષણ (traction) : હાડકું ભાંગ્યા પછી તેના તૂટેલા ભાગને સતત ખેંચી રાખીને ધીમે ધીમે યોગ્ય સ્થાને બેસાડવાની સારવાર. હાડકું ભાંગે ત્યારે તેના તૂટીને ખસી ગયેલા ભાગને એકબીજા જોડે યોગ્ય રીતે પાછા લાવીને રાખવાની ક્રિયાને હાડકું બેસાડવું કહે છે. દરેક વયના દર્દીની સારવારમાં ઘણા જૂના કાળથી તે પદ્ધતિ વપરાય છે. સતત…

વધુ વાંચો >

મણકાશોથ, બદ્ધસંધિ

મણકાશોથ, બદ્ધસંધિ (ankylosing spondylitis) : સતત વધતો જતો અને સાંધાઓને અક્કડ બનાવતો પીડાકારક સાંધાના સોજા(શોથ)નો વિકાર. તેને મેરી-સ્ટ્રુમ્પેલ(Marie-Strumpell)નો રોગ પણ કહે છે. પીડાકારક સોજો કરતા વિકારને શોથ (inflammation) કહે છે. આ વિકારમાં મુખ્યત્વે કરોડસ્તંભના સૌથી નીચે આવેલા ત્રિકાસ્થિ (sacrum) નામના હાડકા અને નિતંબના હાડકા વચ્ચે આવેલો સાંધો અસરગ્રસ્ત થાય છે.…

વધુ વાંચો >

સૈનિક શાળા  બાલાચડી

સૈનિક શાળા  બાલાચડી : ગુજરાત રાજ્યની એકમાત્ર સૈનિક શાળા. તે સૌરાષ્ટ્રના જામનગર શહેરથી 32 કિમી. દૂર જામનગર અને રાજકોટ વચ્ચેના ધોરી માર્ગ પર આવેલી છે. લગભગ 426 એકર જેટલો વિશાળ ભૂભાગ તે આવરી લે છે. તેની સ્થાપના 1961માં થયેલી. 1961-64 દરમિયાન તે જામનગર શહેરમાં કાર્યરત હતી અને ત્યારબાદ તે બાલાચડી…

વધુ વાંચો >