મનસુખ સલ્લા
ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)
ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…
વધુ વાંચો >નૈવેદ્ય
નૈવેદ્ય (1961) : ડોલરરાય રં. માંકડની ષષ્ટિપૂર્તિ નિમિત્તે તેમનાં વિવેચન, અવલોકન, પુરાતત્વ અને ભાષાશાસ્ત્રના લેખોનો સંગ્રહ. ડોલરરાય માંકડમાં વિદ્વત્તા, સાહિત્યપદાર્થ વિશેની સ્પષ્ટ સમજ, કૃતિ કે વિચારને બહિરંતર તપાસતી તલાવગાહી દૃષ્ટિ, શાસ્ત્રનિષ્ઠા, કૃતિના રહસ્યને અવગત કરનારી ભાવયિત્રી પ્રતિભા, પુરાતત્વ કે ભાષાશાસ્ત્ર માટે આવશ્યક પૃથક્કરણશીલ તર્કબુદ્ધિ, સંસ્કૃત નાટ્યશાસ્ત્રની ઊંડી અભિજ્ઞતા અને તત્વગ્રહણશીલતા…
વધુ વાંચો >ભટ્ટ, નાનાભાઈ (નૃસિંહપ્રસાદ) કાલિદાસ
ભટ્ટ, નાનાભાઈ (નૃસિંહપ્રસાદ) કાલિદાસ (જ. 11 નવેમ્બર 1882, બરવાળા; અ. 31 ડિસેમ્બર 1961, સણોસરા) : પ્રયોગશીલ સમર્થ કેળવણીકાર અને સાહિત્યકાર. ભાવનગરમાંથી 1903માં મુંબઈ યુનિવર્સિટીના વેદાંત અને અંગ્રેજી સાથે બી.એ. અને 1907માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર સાથે એમ.એ. થયા. પછી એસ. ટી. સી. થયા. થોડો સમય ઇતિહાસ-અર્થશાસ્ત્રના અધ્યાપક. પછી ભાવનગર, આંબલા અને સણોસરાની શિક્ષણ-સંસ્થાઓની…
વધુ વાંચો >માંકડ, ડોલરરાય રંગીલદાસ
માંકડ, ડોલરરાય રંગીલદાસ (જ. 23 જાન્યુઆરી 1902, જંગી, વાગડ, જિ. કચ્છ; અ. 29 ઑગસ્ટ 1970, અલિયાબાડા) : ગુજરાતીના વિવેચક, સંશોધક, કવિ અને કેળવણીકાર. ગંગાજળા વિદ્યાપીઠના સ્થાપક. 1920માં મૅટ્રિક. 1924માં કરાંચીમાં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી. એ.. 1927માં એમ. એ.. 1923થી ’27 કરાંચીમાં ભારત સરસ્વતી મંદિરમાં શિક્ષક અને આચાર્ય. 1927થી ’47 ડી.…
વધુ વાંચો >શારદાગ્રામ
શારદાગ્રામ : ગાંધીપ્રેરણાથી સ્થપાયેલું એક વિદ્યાકેન્દ્ર. શ્રી મનસુખરામ જોબનપુત્રાએ ગાંધીજીની પ્રેરણાથી તા. 9-4-1921ના રોજ કરાંચીમાં એક જાહેર બાગમાં શેતરંજી ઉપર શારદામંદિરની સ્થાપના કરી હતી. કેવળ ધ્યેયનિષ્ઠ સંકલ્પશક્તિથી આવા અભાવની સ્થિતિમાંથી તેમણે એ સંસ્થાને ખ્યાતિપ્રાપ્ત વિદ્યાકેન્દ્ર બનાવ્યું હતું. શારદામંદિરમાં શિક્ષણની સાથે ચારિત્ર્યઘડતર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. એ જ રીતે…
વધુ વાંચો >