ભારતી દેશપાંડે

કોષવિભાજન

કોષવિભાજન : સજીવ કોષનું બે કોષમાં વિભાજન કરતી જૈવી પ્રક્રિયા. કોષવિભાજનમાં કોષના જનીનદ્રવ્ય (DNA) અને અન્ય ઘટકોનાં વારસાગત લક્ષણો જળવાય તે રીતે ભાગ પાડીને સંતાનકોષો બને છે. બૅક્ટેરિયા જેવા અસીમકેન્દ્રી કે અનાવૃતકેન્દ્રી (prokaryotic) કોષમાં જનીનદ્રવ્ય, માળા જેવા એક ગોળ તંતુરૂપે કોષરસપડને વળગેલું હોય છે. કોષવિકાસ દરમિયાન દ્વિગુણન થવાથી તેમાંથી આબેહૂબ…

વધુ વાંચો >

ગ્લાયૉક્સિઝોમ

ગ્લાયૉક્સિઝોમ : તેલીબિયામાં તૈલી પદાર્થનો સંચય હોય તેવા કોષોમાં બીજાંકુરણ વેળાએ જોવા મળતા ખાસ પ્રકારના પૅરૉક્સિઝોમ અથવા ‘સૂક્ષ્મપિંડો’ (microbodies). વિકસતા અંકુરને યોગ્ય પોષક પદાર્થો બીજના તેલમાંથી મેળવી આપવામાં ગ્લાયૉક્સિઝોમ અગત્યનો ભાગ ભજવે છે. વનસ્પતિકોષોમાં જોવા મળતાં અન્ય પૅરૉક્સિઝોમની જેમ ગ્લાયૉક્સિઝોમ રસપડના એક આવરણવાળી સામાન્યત: આશરે 1.5થી 2.5 μm વ્યાસના ગોળ,…

વધુ વાંચો >

ચયાપચય (વનસ્પતિ)

ચયાપચય (વનસ્પતિ) વનસ્પતિકોષમાં નિરંતર થતી કુલ જૈવ-રાસાયણિક ક્રિયાઓ. સામાન્ય રીતે જે પ્રક્રિયાઓમાં સરળ રચના અને નીચા ઊર્જાસ્તરવાળા નાના અણુઓમાંથી ઊંચા ઊર્જાસ્તરવાળા પરસ્પરમાં ગૂંથાયેલા ઘટકોવાળા મોટા ઊર્જાસમૃદ્ધ અણુઓનું નિર્માણ થાય તેમને ચય (anabolism) અને જેમાં ઊર્જાસમૃદ્ધ સંયોજનોમાં રહેલ જૈવિક ઊર્જા મુક્ત થાય તેમજ કોઈ પણ ઘટકનું વિઘટન થાય તેને અપચય (catabolism)…

વધુ વાંચો >