ભારતીભૂષણ

ભારતીભૂષણ

ભારતીભૂષણ : ગુજરાતી સાહિત્યનું ત્રૈમાસિક. 1887માં બાળાશંકર કંથારિયાએ તે શરૂ કરેલું. 1895 સુધીમાં તેના અઢાર અંક પ્રગટ થયા હતા. બાળાશંકરની ગઝલો અને ઊર્મિકાવ્યો ‘ભારતીભૂષણ’માં જ પ્રગટ થયેલાં. આ સામયિકમાં ધર્મ, ઇતિહાસ, રાજકારણ વગેરે વિષયો ઉપર લખાતા લેખો પણ છે. અનુવાદો પણ તેમાં પ્રગટ થતા. ‘મૃચ્છકટિક’નો કાન્તે કરેલો અનુવાદ ‘ભારતીભૂષણ’માં છપાયેલો.…

વધુ વાંચો >