ભાનુપ્રસાદ છોટાલાલ ઠાકર

ઇન્ડિયન ઇકૉનૉમિક ઍસોસિયેશન

ઇન્ડિયન ઇકૉનૉમિક ઍસોસિયેશન : ભારતીય અર્થશાસ્ત્રમંડળ : સ્થાપના 1917. ભારતમાં અર્થશાસ્ત્ર વિષયના સૈદ્ધાંતિક અને પ્રયુક્ત અભ્યાસને તથા તેના સંશોધનને પ્રોત્સાહન આપતું મંડળ. પ્રથમ કન્વીનર પ્રો. હૅમિલ્ટન તથા રાષ્ટ્રીય કક્ષાના આર્થિક પરિષદના પ્રથમ અધ્યક્ષ પ્રો. પર્સી એન્સ્ટે હતા. પ્રો. એમ. એલ. ટેનાન, પ્રો. સી. એન. વકીલ, પ્રો. એમ. એલ. દાંતવાળા, પ્રો.…

વધુ વાંચો >

ઇન્ડિયન સોસાયટી ઑવ્ એગ્રિકલ્ચરલ ઇકોનોમિક્સ

ઇન્ડિયન સોસાયટી ઑવ્ એગ્રિકલ્ચરલ ઇકોનોમિક્સ : કૃષિ-અર્થશાસ્ત્રના અધ્યયન અને સંશોધનનું મંડળ. સ્થાપના 1939. તેના સ્થાપક અને  ઘડવૈયાઓમાં એલ. કે. એલ્મ્હર્સ્ટ, ટી. જી. શિરનામે, એમ. એલ. ડાર્લિંગ, ટી. વિજયરાઘવાચારી, મણિલાલ બી. નાણાવટી, ડી. આર. ગાડગીલ, એમ. એલ. દાંતાવાળા તથા વી. એમ. દાંડેકર જેવા કૃષિ-અર્થશાસ્ત્રીઓનો સમાવેશ થયો હતો. સંસ્થાનું રજતજયંતી સંમેલન આણંદ…

વધુ વાંચો >

ઇન્ડિયન સોસાયટી ઑવ્ લેબર ઇકોનોમિક્સ

ઇન્ડિયન સોસાયટી ઑવ્ લેબર ઇકોનોમિક્સ : ભારતમાં શ્રમિક અર્થશાસ્ત્રના અધ્યયન તથા સંશોધનને ઉત્તેજન આપવા 1957માં સ્થાપવામાં આવેલું મંડળ. તેની પ્રથમ વાર્ષિક પરિષદ 1957માં લખનૌ ખાતે અને બીજી પરિષદ 1958માં આગ્રા ખાતે યોજાઈ હતી. આ બંને પરિષદોનું પ્રમુખસ્થાન ભારતના જાણીતા શ્રમિક-નેતા વી. વી. ગિરિએ શોભાવ્યું હતું. મંડળના ઉદ્દેશો : (1) શ્રમિક-અર્થશાસ્ત્રના…

વધુ વાંચો >