ભાનુપ્રસાદ અમૃતલાલ પરીખ

વર્તનવાદ (Behaviourism)

વર્તનવાદ (Behaviourism) : એક મનોવૈજ્ઞાનિક ચળવળ જે વિજ્ઞાન તેમજ વિજ્ઞાનની વિચારધારાનું એક વિશિષ્ટ સ્વરૂપ છે, જેણે મનોવિજ્ઞાનને પ્રાકૃતિક વિજ્ઞાન બનાવવાની દિશામાં એક શકવર્તી પગલું ભર્યું છે. વીસમી સદીના પ્રથમ બે દસકા મનોવિજ્ઞાનના ઇતિહાસમાં એક મહત્વનો સમયગાળો છે. વિલિયમ મેકડુગલનું ‘એન ઇન્ટ્રોડક્શન ટુ સોશિયલ સાઇકૉલોજી’ 1908માં, સિગમંડ ફ્રૉઇડનું ‘ઇન્ટર્પ્રિટેશન ઑવ્ ડ્રીમ્સ’…

વધુ વાંચો >

વલણ (મનોવલણ) (attitude)

વલણ (મનોવલણ) (attitude) : માણસના અન્ય લોકો સાથેના વ્યવહારો કે જૂથોમાં તેની આંતરક્રિયા. સાંસ્કૃતિક ઘટકો સાથે આદાનપ્રદાનના સંબંધો; વ્યક્તિઓ, વિચારો કે ઘટનાઓ પ્રત્યેના તેના પ્રતિભાવો  બધું જ, આ દરેકના સંદર્ભમાં તેનામાં બંધાયેલાં વલણોનું પરિણામ હોય છે. મનોવૈજ્ઞાનિક રીતે કોઈ પણ વ્યક્તિ જન્મથી જ રૂઢિવાદી કે સુધારાવાદી, કોમવાદી કે લોકશાહીવાદી, નસબંધવાદી…

વધુ વાંચો >

વ્યક્તિત્વ (personality)

વ્યક્તિત્વ (personality) મનસા, વાચા, કર્મણા મનુષ્યની વ્યક્તિ તરીકેની જે આગવી મુદ્રા પ્રગટ થાય છે તે. તમામ માનવીઓ ઘણી બાબતોમાં સમાનતા ધરાવે છે. છતાં દરેક જણ બીજા દરેક જણથી કેટલીક બાબતોમાં ભિન્નતા પણ ધરાવે છે. જુદા જુદા માણસો એક જ પરિસ્થિતિનો અલગ અલગ રીતે પ્રતિભાવ આપે છે; એટલું જ નહિ, એક…

વધુ વાંચો >

સહસંવેદન (synaesthesia)

સહસંવેદન (synaesthesia) : સહસંવેદન એક એવી અનૈચ્છિક પ્રક્રિયા, જેમાં એક ઇંદ્રિય ઉદ્દીપિત થવાથી ઉત્પન્ન થતા સંવેદન સાથે બીજી ઇંદ્રિયમાં પણ સંવેદન ઊપજે છે. તેના માટેના અંગ્રેજી શબ્દ ‘synaesthesia’માં ‘syn’ એટલે ‘એકસાથે’, અને ‘Aesthesia’ એટલે ‘સંવેદનોનું જોડાવું તે’. ગીટારનો ધ્વનિ સંભળાય ત્યારે વ્યક્તિને શ્રવણ-સંવેદન તો થાય જ, પરંતુ સાથે તેને કોઈક…

વધુ વાંચો >