ભરત જે. પરીખ
ઓરી (જર્મન)
ઓરી, જર્મન (german measles, rubella) : થૂંકબિન્દુઓથી ફેલાતો વિષાણુજન્ય (viral) ચેપી રોગ. મોટાં બાળકોમાં, કુમારાવસ્થામાં અને યુવાનોમાં થતો આ રોગ ઓરી કરતાં ઓછો ચેપી છે. ચેપ લાગ્યા પછી 14-21 દિવસે તેનાં લક્ષણો જોવા મળે છે. શરૂઆતમાં નાક ગળવું, ગળું સૂઝવું, આંખ આવવી અને માથાની નીચે બોચીમાં દુખતી લસિકાગ્રંથિની ગાંઠો નીકળવી…
વધુ વાંચો >ઑર્ગેનોફૉસ્ફરસ વિષાક્તતા (organophosphorus poiso-ning)
ઑર્ગેનોફૉસ્ફરસ વિષાક્તતા (organophosphorus poisoning) : ઑર્ગેનોફૉસ્ફરસ રસાયણોથી થતી ઝેરી અસર. તે જંતુનાશકો (insecticides), કીટનાશકો (pesticides) તથા દવાઓ તરીકે વપરાય છે; દા.ત., ડાઇઆઇસોપ્રોપાઇલ ફ્લુરોફૉસ્ફેટ (DFP), ટેટ્રાઇથાઇલ પાયરોફૉસ્ફેટ (TEPP) અને ઇકોથાયોફેટ જેવી દવાઓ તથા પેરાથિયોન, મેલેઠથિયોન, મિપાફોકસ, ઑક્ટામિથાઇલ પાયરોફૉસ્ફેટ ટેટ્રામાઇડ્ (OMPA), ડાયાઝીનોન જેવાં જંતુનાશકો, ટ્યુબન (tuban), સરીન અને સોમન જેવા ખૂબ જ…
વધુ વાંચો >ઔષધીય રોગપ્રતિરોધ
ઔષધીય રોગપ્રતિરોધ (chemoprophylaxis) : રસાયણ કે દવા વડે ચોક્કસ રોગ કે ચેપ અટકાવવો તે. રસીઓ કે પ્રતિરક્ષા (immuno) ગ્લૉબ્યૂલિનોનો ઉપયોગ તેમાં આવરી લેવાતો નથી. રોગપ્રતિરોધ માટે વપરાતી દવા કોઈ ચોક્કસ રોગ કે ચેપ સામે અસરકારક હોય છે અને બધા જ પ્રકારના ચેપ થતા અટકાવવા માટેના પ્રયત્નો સામાન્ય રીતે નિષ્ફળ જાય…
વધુ વાંચો >કૅન્સર
કૅન્સર અપરિપક્વ કોષોની આક્રમક સંખ્યાવૃદ્ધિ કે તેને કારણે થતી જીવલેણ ગાંઠ એટલે કૅન્સર. લોહીના અપરિપક્વ કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતા રુધિરકૅન્સર(leukaemia)માં ગાંઠ જોવા મળતી નથી. કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતી ગાંઠને અર્બુદ (tumour) અથવા નવવિકસન (neoplasia) કહે છે. તે સૌમ્ય (benign) અને જીવલેણ કે મારક (malignant) એમ બે પ્રકારની હોય છે. સૌમ્ય…
વધુ વાંચો >ગર્ભનાળ-રુધિર પ્રતિરોપણ
ગર્ભનાળ-રુધિર પ્રતિરોપણ (cord blood transplantation) : નવજાત શિશુની ગર્ભનાળ(umbilical cord)ના લોહીના આદિકોષો (stem cells) વડે લોહીના કોષો ન બનતા હોય એવા વિકારની સારવાર. હાલ તેનો પ્રયોગાત્મક ઉપયોગ જે દર્દીઓને અસ્થિમજ્જા-પ્રતિરોપણ (bone marrow transplantation) માટે સમજનીની દાતા (allogenic donor) ન મળી શકતો હોય તેઓ માટે કરવામાં આવે છે. ગર્ભનાળના લોહીના કોષોની…
વધુ વાંચો >ગર્ભ-યકૃત અંત:ક્ષેપ
ગર્ભ-યકૃત અંત:ક્ષેપ (foetal liver infusion, FLI) : ગર્ભશિશુ(foetus)ના યકૃત(liver)ના કોષોનું નિલંબિત દ્રાવણ (suspension) નસ વાટે ચડાવવું તે. સૌપ્રથમ મુખ્યત્વે ગર્ભના યોક-સૅકમાં, ત્યારબાદ કલેજા કે યકૃતમાં અને છેલ્લે અસ્થિમજ્જામાં લોહીના કોષો બને છે. ગર્ભશિશુમાં લગભગ દોઢ માસથી શરૂ થઈને 8થી 10 માસ સુધી યકૃતમાં લોહીના કોષો ઉદભવે છે. તેમાં 3થી 6-7…
વધુ વાંચો >પોર્ફાયરિનતા (porphyria)
પોર્ફાયરિનતા (porphyria) : પોર્ફાયરિન નામના શરીરમાંના રસાયણના ઉત્પાદનમાં ઉદ્ભવતી ક્ષતિને કારણે થતા વારસાગત વિકારો. તેમનું પ્રમાણ ઘણું જૂજ છે. તેમાં મુખ્યત્વે ચેતાતંત્ર તથા ચામડીમાં વિવિધ વિકારો ઉદ્ભવે છે. ડેલ્ટા-ઍમિનો લિવુલિનિક ઍસિડ (ALA) અને પોર્ફોબિલિનોજન (PBG) નામના રાસાયણિક અણુઓ પોર્ફોયરિનના અણુની બનાવટમાં વપરાતા ઘટકો છે. તેથી તેમને પોર્ફાયરિનના પૂર્વાણુ(precursors)ઓ કહે છે.…
વધુ વાંચો >