ભરત
ભરત
ભરત : ઋગ્વેદના સમયની આર્યોની એક જાતિ, ટોળી કે સમૂહ. ભરત ટોળીના ત્રિત્સુ પરિવારમાં સુદાસ નામે પ્રતાપી રાજા થઈ ગયો. તેનો રાજ્યવિસ્તાર પાછળથી બ્રહ્માવર્ત તરીકે જાણીતો થયો. ભરતોના કુશિક પરિવારના અગ્રણી વિશ્વામિત્ર સુદાસના ધર્માચાર્ય કે પુરોહિત હતા. તેમણે રાજા સુદાસને વિપાશ (બિયાસ) અને સુતુદ્રી પાસે (સતલજ) નદીઓ પાસે વિજયો અપાવ્યા…
વધુ વાંચો >ભરત
ભરત : ઋષભદેવના પુત્ર અને જૈન પરંપરામાં ભરત ચક્રવર્તી અને વૈદિક પરંપરામાં જડભરત નામે ઓળખાતા રાજર્ષિ. જૈન પરંપરા મુજબ યુગલિયાના પ્રાચીન કાળમાં જન્મેલા આ પ્રથમ ચક્રવર્તી જૈન સંપ્રદાયના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના પુત્ર હતા. તેમની માતાનું નામ સુમંગલા હતું. ઋષભરાજાએ પોતાના મોટા પુત્ર ભરતને બોતેર કળાઓ શીખવી હતી અને યોગ્ય…
વધુ વાંચો >ભરત
ભરત : રાજા દુષ્યંત અને શકુંતલાનો પુત્ર. સોમ વંશમાં જન્મેલ આર્યોની પુરુ ટોળીનો રાજકુમાર. કાલિદાસે સંસ્કૃતમાં ‘અભિજ્ઞાન શાકુંતલ’ નામે નાટક લખીને તેને અમર બનાવ્યો છે. દુષ્યંત અયોધ્યાના રાજા સગરનો વંશજ હતો. ભરત દમન કે સર્વદમન તરીકે પણ ઓળખાતો હતો. તેણે ઉત્તર ભારતમાં ગંગા નદીથી સરસ્વતી નદી સુધીના પ્રદેશો જીતી લીધા.…
વધુ વાંચો >