બેલિન્સ્કી વિસારિયૉન ગ્રિગોરિયેવિચ

બેલિન્સ્કી, વિસારિયૉન ગ્રિગોરિયેવિચ

બેલિન્સ્કી, વિસારિયૉન ગ્રિગોરિયેવિચ (જ. 11 જૂન 1811, વિયાપોરી, રશિયા; અ. 7 જૂન 1848, સેન્ટ પીટર્સબર્ગ) : રશિયન સાહિત્યના ખ્યાતનામ વિવેચક. તેઓ રશિયાના મૂલગામી બુદ્ધિમાનોના ‘પિતામહ’ તરીકે ઓળખાતા હતા. મૉસ્કો યુનિવર્સિટીમાં અભ્યાસ પૂરો કર્યા બાદ પત્રકાર તરીકે કારકિર્દીનો પ્રારંભ (1832). તેમના નોંધપાત્ર વિવેચનાત્મક લેખો 1834માં ‘મોલ્વા’ નામના અખબારમાં પ્રસિદ્ધ થયા હતા.…

વધુ વાંચો >