બૅલૉટો બર્નાર્ડો
બૅલૉટો, બર્નાર્ડો
બૅલૉટો, બર્નાર્ડો (જ. 1721, વેનિસ, ઇટાલી; અ. 1780, વૉર્સો, પોલૅન્ડ) : પ્રસિદ્ધ ઇટાલિયન ચિત્રકાર. વેનિસ અને લંડનનાં નગરચિત્રો આલેખી વિખ્યાત બનેલ ચિત્રકાર કૅનેલેટૉના તેઓ શિષ્ય અને ભત્રીજા હતા. વેનિસનાં નગરચિત્રો આલેખીને બૅલૉટોએ ચિત્રકામનો આરંભ કર્યો. 1747માં ડ્રેસ્ડન નગરના તે રાજવી ચિત્રકાર નિમાયા અને તેથી તે વેનિસ છોડી ડ્રેસ્ડનમાં સ્થાયી થયા.…
વધુ વાંચો >