બી. વી. પટેલ
ઇલેક્ટ્રૉન વહનશૃંખલા
ઇલેક્ટ્રૉન વહનશૃંખલા (electron transport chain) : ઉપચયિક (oxidation) શ્વસન દરમિયાન હાઇડ્રોજન અને ઇલેક્ટ્રૉનોનું સ્થાનાંતર કરીને ઑક્સિજન સાથેની પ્રક્રિયામાં મદદરૂપ થનાર સહઉત્સેચકોની શૃંખલા. આ શૃંખલામાં અનુક્રમે NAD+ (નિકોટિન એમાઇડ ઍડિનાઇન ડાયન્યૂક્લિયોટાઇડ), FAD+ (ફ્લેવિન ઍડિનાઇન ડાયન્યૂક્લિયોટાઇડ) Co-Q+ (સહઉત્સેચક Q) અને સાયટોક્રોમ (cyt) જૂથના સહઉત્સેચકો b, C1, C અને Aનો સમાવેશ થાય છે.…
વધુ વાંચો >ગોનોકૉકસ
ગોનોકૉકસ : માનવોના જાતીય ચેપી રોગ પરમિયા માટે જવાબદાર બૅક્ટેરિયા. સંભોગ દરમિયાન આ બૅક્ટેરિયા શરીરમાં મુખ્યત્વે ગ્રીવા અને મૂત્રમાર્ગમાં પ્રસરેલા જોવા મળે છે. સમલિંગકામી (homosexual) વ્યક્તિઓમાં, ખાસ કરીને પુરુષોમાં, બૅક્ટેરિયા મળમાર્ગને ચેપ લગાડે છે. સ્ત્રીઓમાં તે ફૅલોપિયન નલિકા સુધી પ્રસરતા હોય છે. પરિણામે સ્ત્રીના નિતંબ પ્રદેશમાં સોજો આવે છે અને…
વધુ વાંચો >ગોબર-ગૅસ
ગોબર-ગૅસ : વાયુની અનુપસ્થિતિમાં અવાતજીવી (anaerobic) બૅક્ટેરિયા દ્વારા ગોબર પર આથવણ (fermentative) પ્રક્રિયા થતાં મુક્ત થતો બળતણ માટેનો ગૅસ. ગોબર-ગૅસ મેળવવા મુખ્યત્વે કાચા માલ તરીકે છાણ વાપરવામાં આવે છે અને તેમાં ઘાસ, પાંદડાં, ઝાડની ડાળી, સડેલાં શાકભાજી, ફળ વગેરે પણ ભેળવવામાં આવે છે. ગૅસમાં આશરે 50 % મિથેન અને 45…
વધુ વાંચો >ગ્રામ અભિરંજન
ગ્રામ અભિરંજન : ડેન્માર્કના વિજ્ઞાની એચ. સી. જે. ગ્રામે બૅક્ટેરિયાને પારખવા શોધી કાઢેલી અગત્યની પદ્ધતિ. આ પદ્ધતિમાં બૅક્ટેરિયાને આલ્કલિક અભિરંજક વડે અભિરંજિત કરવામાં આવે છે. ત્યારબાદ અભિરંજિત બૅક્ટેરિયાને આલ્કોહૉલ કે ઍસિટોન જેવા કાર્બનિક દ્રાવણથી ધોવામાં આવે છે. ધોયા પછી બૅક્ટેરિયા રંગવિહીન બને તો તેને ગ્રામ-ઋણી (gram negative) તરીકે ઓળખવામાં આવે…
વધુ વાંચો >