બિપીનચંદ્ર મગનલાલ કૉન્ટ્રાક્ટર

કામવાસના

કામવાસના : પુરુષ અને સ્ત્રી વચ્ચે રહેલા શારીરિક ભેદોથી માંડીને પુરુષત્વ (masculinity) અને સ્ત્રીત્વ (femininity) સૂચવતાં લક્ષણો તેમજ આંતરિક અને બાહ્ય જાતીય કામુક (sexual) વર્તનની પ્રેરક જાતીયવૃત્તિ. કામવાસના માનવીયતાનું તત્વ છે, ઈરણ (drive) છે, જે આત્મીયતા અને પ્રજોત્પત્તિને બળ પૂરું પાડે છે. લગ્નજીવનમાં કામવાસના મહત્વનો ભાગ ભજવે છે અને સંતોષકારક…

વધુ વાંચો >

કાર્ય (મનોવિજ્ઞાન)

કાર્ય (મનોવિજ્ઞાન) : વ્યવસાયરૂપે બજાવાતી કામગીરી. કાર્યની ઓળખ પ્રવૃત્તિ કરવાથી થતા આંતરિક, શારીરિક, જૈવિક અને મનોવૈજ્ઞાનિક ફેરફારોને અનુલક્ષીને આપવામાં આવે છે. કાર્યનું મૂલ્યાંકન વ્યક્તિની કાર્યક્ષમતા અને ઉત્પાદકતાના સંદર્ભમાં થાય છે. કાર્ય પૂરેપૂરી ક્ષમતાથી થાય અને ઉત્પાદકતામાં વધારો થતો રહે તે માટે અનેક પરિબળો સંકળાયેલાં છે. કાર્ય કરવા માટે પ્રેરણા અત્યંત…

વધુ વાંચો >

ક્રેટિનિઝમ

ક્રેટિનિઝમ : માનસિક ક્ષતિનો એક ચિકિત્સાલક્ષી પ્રકાર. જન્મ પૂર્વે અથવા તો જન્મ પછીની શરૂઆતની શૈશવાવસ્થા દરમિયાન કંઠગ્રંથિ(thyroidgland)ના અંત:સ્રાવ (hormones) થાઇરૉક્સિનની ઊણપને લીધે આ રોગ થાય છે. કંઠગ્રંથિનો વિકાસ ન થયો હોય અથવા તેને ઈજા થઈ હોય અથવા તેનો ક્ષય (degeneration) થયો હોય તો થાઇરૉક્સિનની ઊણપ ઉદભવે છે. ક્રેટિનિઝમનાં મુખ્ય બે…

વધુ વાંચો >

ક્ષતિપૂર્તિ (માનસશાસ્ત્ર)

ક્ષતિપૂર્તિ (માનસશાસ્ત્ર) : પોતાની એક ક્ષેત્રની ઊણપ દૂર કરવા અન્ય ક્ષેત્રમાં સિદ્ધિ કે કુશળતા મેળવવાનો વ્યક્તિનો પ્રયાસ. ક્ષતિપૂર્તિ, કે પૂરક પ્રવૃત્તિ (compensation) બચાવ-પ્રયુક્તિ છે. બચાવ-પ્રયુક્તિ એટલે અહમને ઠેસ પહોંચાડતી હતાશા સામે પોતાની જાતનું રક્ષણ કરવા અજ્ઞાતપણે પ્રયોજાતી વર્તનરીતિ. લેહનર અને ક્યૂબ ક્ષતિપૂર્તિનો સમાવેશ આક્રમક બચાવ-પ્રયુક્તિઓ(attack mechanisms)માં કરે છે. આક્રમક પ્રયુક્તિઓમાં…

વધુ વાંચો >

ક્ષેત્રસિદ્ધાંત

ક્ષેત્રસિદ્ધાંત : કુર્ત લ્યૂઇન અને તેમના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યકારણ સંબંધોનું પૃથક્કરણ કરવા અપનાવવામાં આવેલી પદ્ધતિ. કે. કોફકા અને ડબ્લ્યૂ. કોહલરે વિકસાવેલી સમષ્ટિવાદની વિભાવના કુર્ત લ્યૂઇને (1890-1947) અપનાવી અને તેમાં ફેરફાર કર્યો. ક્ષેત્રસિદ્ધાંત મુજબ પ્રત્યેક વર્તન ક્ષેત્રવર્તન છે. ક્ષેત્રસિદ્ધાંત મુજબ, વર્તન જે સંજોગોમાં થતું હોય તે સંજોગોની તપાસ દ્વારા વર્તનનું પ્રત્યેક…

વધુ વાંચો >

તાર્કિક સમસ્યાઉકેલ

તાર્કિક સમસ્યાઉકેલ : તાત્કાલિક ઉકેલ પ્રાપ્ત ન હોય એવી ઉદ્દીપક પરિસ્થિતિરૂપ સમસ્યાનો તર્કસંગત ઉકેલ શોધવો તે. જ્યારે વ્યક્તિને કશુંક જોઈતું હોય પરંતુ તે મેળવવા માટે શું કરવું તેનું  તત્કાલ જ્ઞાન ન હોય ત્યારે સમસ્યા છે તેમ કહેવાય. આમ, જ્યારે પ્રવર્તમાન સ્થિતિ અને ઇચ્છિત લક્ષ્ય વચ્ચે તફાવત કે અસંગતતા હોય ત્યારે…

વધુ વાંચો >