બાલમુકુન્દ પંડિત

ગ્રાહક સહકારી મંડળી

ગ્રાહક સહકારી મંડળી : વેપારીઓ દ્વારા થતું ગ્રાહકોનું શોષણ અટકાવવા રચવામાં આવતા સહકારી પદ્ધતિના વેચાણ-એકમો. સમાજની દરેક વ્યક્તિ ગ્રાહકોપયોગી ચીજવસ્તુઓની વપરાશ કરે છે. ભારતમાં વસ્તીવિસ્ફોટના કારણે વસ્તુઓની માગ વધતી જતી હોય છે. તેથી ચીજવસ્તુઓના ઉત્પાદકો તેમજ બજાર – મધ્યસ્થીઓ ગ્રાહકોનું અનેક રીતે શોષણ કરતા હોય છે. ગ્રાહકોની સર્વોપરીતા હોય તેવું…

વધુ વાંચો >

જમીન-વિકાસ બૅંક

જમીન-વિકાસ બૅંક : ખેતીવાડી તથા ગ્રામવિકાસ સાથે સંકળાયેલી બિનખેતીની પ્રવૃત્તિઓને લાંબા ગાળાનું ધિરાણ આપતી બૅંક. ભારતની વસ્તીનો 80 % ભાગ ગામડાંમાં રહેતા ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ ઉપર આધાર રાખતા લોકોનો છે. ખેત-ઉત્પાદન વધારવા માટે ખેતીવાડીની વિવિધ ઉત્પાદનપ્રક્રિયાઓ જેવી કે જમીનની સુધારણા, ટ્રૅક્ટર, ટ્રૉલી અને થ્રેશરના ઉપયોગ દ્વારા યાંત્રિકીકરણ,…

વધુ વાંચો >

મહેતા, વૈકુંઠભાઈ લલ્લુભાઈ

મહેતા, વૈકુંઠભાઈ લલ્લુભાઈ (જ. 26 ઑક્ટોબર 1891, ભાવનગર; અ. 28 ઑક્ટોબર 1964, મુંબઈ) : સહકારી પ્રવૃત્તિના પ્રખર જ્યોતિર્ધર. વૈકુંઠભાઈના પિતા સર લલ્લુભાઈ શામળદાસ મહેતા ભાવનગર સ્ટેટની નોકરીનું ત્યાગપત્ર આપી તેમના સમગ્ર પરિવાર સાથે કાયમ માટે ઑક્ટોબર 1900માં મુંબઈ ખાતે આવી સ્થાયી થયા હતા. વૈકુંઠભાઈનાં માતુશ્રી સત્યવતીબહેન ભીમરાવ દિવેટિયા, અમદાવાદના શ્રી…

વધુ વાંચો >