બળવંતરાય શાહ

અખબાર

અખબાર સાંપ્રત સમાચાર પ્રસારિત કરતું છાપેલું સાધન. ‘અખબાર’ અરબી શબ્દ ‘ખબર’નું બહુવચન છે. ખબર એટલે સમાચાર, બાતમી અથવા સંદેશો. પ્રચલિત અર્થમાં અખબાર એટલે છાપેલા સમાચાર અને તેનું પ્રકાશન. કાગળ પર સમાચાર છાપેલા હોવાથી તેને ગુજરાતીમાં ‘છાપું’ કહેવાય છે. સમાચાર અથવા ખબરને ‘વર્તમાન’ કહેવાય છે તેથી છાપેલા સમાચારને ‘વર્તમાન-પત્ર’ કહેવામાં આવે…

વધુ વાંચો >

અખબારી સંગઠનો

અખબારી સંગઠનો : તટસ્થ અને સ્વતંત્ર સમાચાર અને તેને લગતી સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓ. સમાચાર એ અખબારનો આત્મા છે. અખબાર પોતાના ખબરપત્રીઓ અને વૃત્તાંતનિવેદકો પાસેથી સમાચારો મેળવે છે; પરંતુ દેશ-વિદેશોના સમાચારો માટે તે સમાચાર-સંસ્થાઓ પર આધાર રાખે છે. લોકશાહી એ લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન હોવાથી એની…

વધુ વાંચો >

ઇન્ડિયન એક્સપ્રેસ

ઇન્ડિયન એક્સપ્રેસ : ભારતનું એક અગ્રણી અંગ્રેજી દૈનિક વર્તમાનપત્ર. 1931માં આયુર્વેદિક ડૉક્ટર પેરુમલ નાયડુએ ચેન્નાઈમાં શરૂ કરેલું, પરંતુ આર્થિક મુશ્કેલીને કારણે ‘ફ્રી પ્રેસ જર્નલ’ના એસ. સદાનંદને વેચી દીધું. કોર્ટમાં કેસ જીતીને રામનાથ ગોયેન્કા નામના ઉદ્યોગપતિએ 1937માં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકપત્ર હસ્તગત કર્યું. અખિલ ભારતીય સ્વરૂપના વર્તમાનપત્રનું સ્થાન વર્ષોથી મુંબઈના અંગ્રેજી દૈનિક…

વધુ વાંચો >

કચ્છમિત્ર

કચ્છમિત્ર : કચ્છનું દૈનિક પત્ર. 1945માં શરદ શાહના તંત્રીપદે મુંબઈમાં ‘મિત્ર’ સાપ્તાહિકનો આરંભ થયો. એમાંથી ‘કચ્છમિત્ર’ બન્યું. 15-5-1952થી નાના કદના દૈનિક તરીકે તે ભુજમાંથી પ્રગટ થવા લાગ્યું. 21-7-1956થી કચ્છના સંસદસભ્ય ભવાનજી ખીમજીના પ્રયાસોથી તે વિધિસર સૌરાષ્ટ્ર ટ્રસ્ટને સોંપાયું. ઉત્તરોત્તર એનો વિકાસ થયો. એમાં 1980માં આધુનિક ઑફસેટ મશીન તેમજ પ્રોસેસ સ્ટુડિયો…

વધુ વાંચો >

ગાર્ડિયન, ધ

ગાર્ડિયન, ધ : ગુણવત્તાની ર્દષ્ટિએ બ્રિટનનું અગ્રગણ્ય અખબાર. ‘ગાર્ડિયન’ લંડન અને માન્ચેસ્ટરમાંથી પ્રસિદ્ધ થાય છે. ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ સાપ્તાહિક તરીકે 1821માં શરૂ થયું. બ્રિટનમાં અખબારો પર સ્ટૅમ્પ વેરો હતો. 1855માં બ્રિટિશ સરકારે એ વેરો નાબૂદ કર્યો. ત્યાર બાદ ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ દૈનિક બન્યું. એ અખબાર બ્રિટનનું રાષ્ટ્રીય દૈનિક બનતાં સો વર્ષ બાદ…

વધુ વાંચો >

નાયર, કુલદીપ

નાયર, કુલદીપ (જ. 14 ઑગસ્ટ 1923, સિયાલકોટ; પાકિસ્તાન; અ. 23 ઑગસ્ટ 2018, નવી દિલ્હી) : ભારતના પત્રકાર અને લેખક. બી.એ. (ઑનર્સ), એલએલ.બી. તેમજ અમેરિકાના ઇવનસ્ટનમાંથી પત્રકારત્વમાં એમ.એસસી.કર્યું. 1985થી ‘બિટ્વીન ધ લાઇન્સ’ નામનું કૉલમ લખે છે. ભારત, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં 14 ઉપરાંત ભાષાઓમાં 70થી વધુ અખબારોમાં એ…

વધુ વાંચો >

મહેતા, વાસુદેવ નારાયણલાલ

મહેતા, વાસુદેવ નારાયણલાલ (જ. 28 માર્ચ 1917, અમદાવાદ; અ. 9 માર્ચ 1997, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી રાજકીય સમીક્ષક અને નિર્ભીક પત્રકાર. અંગ્રેજી સાથે બી.એ.નો અભ્યાસ કરી કકલભાઈ કોઠારીના ‘નવસૌરાષ્ટ્ર’માં પ્રથમ નોકરી મળી. ‘નવસૌરાષ્ટ્ર’ના પ્રથમ પાને એમના નામ સાથે લેખ પ્રસિદ્ધ થતા. પત્રકાર થવાની એમની હોંશને પુષ્ટિ મળી. એ પછી જયંતિ…

વધુ વાંચો >

શેઠ, રમણલાલ

શેઠ, રમણલાલ (જ. 6 જૂન 1917, વેજલપુર, પંચમહાલ; અ. 5 ઑક્ટોબર 1978) : ગુજરાતના અગ્રણી પત્રકાર અને નીડર તંત્રી. રમણલાલ શેઠે કૉલેજમાં બી.એસસી.નો અભ્યાસ પૂરો કરીને વિવિધ વ્યવસાયો કર્યા હતા. ઇનામી હરીફાઈમાં સારી એવી કમાણી થયા બાદ એમણે પત્રકારત્વના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. સૌથી પ્રથમ એમણે વડોદરામાં ‘સયાજીવિજય’ ખરીદ્યું. 1951માં વડોદરાથી…

વધુ વાંચો >

સમાચાર

સમાચાર : સાંપ્રત ઘટના વિશેની માહિતી. ઘણુંખરું સામાજિક મહત્ત્વની તથા વ્યક્તિગત સંવેદનોને સ્પર્શતી ઘટનાનું વર્ણન તથા વિવરણ. સમાચારનું મૂળ ઘટના છે; પરંતુ પ્રત્યેક ઘટના સમાચાર નથી. જે ઘટનાનો અહેવાલ છાપામાં પ્રસિદ્ધ થાય તેને સમાચાર કહેવાય. સમાચારનો અંગ્રેજી શબ્દ ‘ન્યૂઝ’ (NEWS) ચારેય દિશાઓ માટેના અંગ્રેજી શબ્દોના પ્રથમ અક્ષરથી બનેલો છે, એટલે…

વધુ વાંચો >

સંદેશ

સંદેશ : અમદાવાદ સહિત ગુજરાતનાં મુખ્ય નગરોમાંથી પ્રગટ થતું ગુજરાતનું જૂનું દૈનિક. અમદાવાદમાં પ્રથમ દૈનિક વર્તમાનપત્ર નંદલાલ ચુનીલાલ બોડીવાળાએ 1921માં શરૂ કર્યું. એ વર્ષે ડિસેમ્બરમાં રાષ્ટ્રીય મહાસભાનું વાર્ષિક અધિવેશન મળ્યું, તે નિમિત્તે તેમણે ‘સ્વરાજ્ય’ નામે દૈનિક પત્રનો આરંભ કર્યો. ખર્ચને પહોંચી નહિ વળતાં તેમણે થોડા જ સમયમાં તેને સાપ્તાહિક બનાવ્યું.…

વધુ વાંચો >