બંકિમ માંકડ

અરુચિ મનોવિકારી

અરુચિ, મનોવિકારી (anorexia nervosa) : અપપોષણથી પોતાની જાતને કૃષકાય (cachexic) બનાવતી વ્યક્તિની માનસિક બીમારી. શરીરમાં અન્ય કોઈ રોગ હોતો નથી. ખિન્નતા (depression), મનોબંધ (obsession)ના જેવી માનસિક બીમારીઓ અને તીવ્ર મનોવિકારી (psychotic) ભ્રાંતિ(delusion)ના કારણે દર્દીના વર્તનમાં ફેરફાર દેખાય છે. આ માંદગી મોટેભાગે 12 20 વર્ષની કુમારિકાઓમાં જોવા મળે છે. આજની ઔદ્યોગિક…

વધુ વાંચો >

આઘાત, સપૂયરુધિરતાજન્ય

આઘાત, સપૂયરુધિરતાજન્ય (septicaemic shock) : જીવાણુઓ(bacteria)ના વિષથી લોહીના ભ્રમણમાં ઊભી થતી તકલીફ. જીવાણુઓના અભિરંજન(staining)ની વૈજ્ઞાનિક ગ્રામની પદ્ધતિમાં અભિરંજિત ન થતા, ગ્રામ-અનભિરંજિત (gram-negative) જીવાણુઓનું અંત:વિષ (endotoxin) જ્યારે લોહીમાં પ્રવેશે ત્યારે રુધિરાભિસરણમાં ખલેલ પડે છે અને પેશીઓને મળતા લોહીનો પુરવઠો ઘટે છે. ક્યારેક ગ્રામ-અભિરંજિત (gram-positive) જીવાણુઓ પણ આવી પરિસ્થિતિ સર્જે છે. મહદ્…

વધુ વાંચો >

કૃમિજન્ય રોગ (helminthiasis) (આયુર્વિજ્ઞાન)

કૃમિજન્ય રોગ (helminthiasis) (આયુર્વિજ્ઞાન) : આંતરડાં, લોહી તથા અન્ય પેશીઓમાં રહેતા કૃમિથી થતો રોગ (આકૃતિ 1). કૃમિ બહુકોષી, ત્રિસ્તરીય પરોપજીવી પ્રાણીઓ છે. તે ડાબી અને જમણી એમ બંને બાજુએ એકસરખી સંરચના (structure) ધરાવે છે. તેમને 3 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. (ક) નિમેટોડા (નળાકારકૃમિ) વર્ગ : તેમાંના મુખ્ય કૃમિઓ આંતરડાંના…

વધુ વાંચો >

ગ્લુકેગોન

ગ્લુકેગોન : લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારતા સ્વાદુપિંડ(pancreas)ના આલ્ફા કોષો દ્વારા ઉત્પાદિત અંત:સ્રાવ. તેથી તેને ગ્લુકોઝવર્ધક (glucagon) અંત:સ્રાવ કહે છે. 1923માં માર્ટિન અને તેના સાથીદારોએ સ્વાદુપિંડના અર્ક(extract)ની ગ્લુકોઝના લોહીના પ્રમાણ પરની અસર નોંધી અને તેને ‘ગ્લુકેગોન’ નામ આપ્યું. ત્યારબાદ 50 વર્ષ સુધી તેના મહત્વ કે નિયમન અંગે કોઈ વિશેષ અભ્યાસ થયા…

વધુ વાંચો >

ગ્લુકોઝ-રુધિરસપાટી

ગ્લુકોઝ-રુધિરસપાટી : લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ દર્શાવતી સ્થિતિ. માનવશરીરમાં ગ્લુકોઝ એક મહત્વનું શક્તિદાયક ચયાપચયી દહનશીલ દ્રવ્ય (metabolic fuel) છે. જુદા જુદા સમયે ખોરાકની માત્રા અને ઘટકો જુદા જુદા હોય છે, તેમજ જુદા જુદા સમયે શરીરની શક્તિ માટેની જરૂરિયાત પણ જુદી જુદી હોય છે. તેને કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ બદલાતું રહે છે.…

વધુ વાંચો >

પ્રતિગંઠકો, મુખમાર્ગી (oral anticoagulants)

પ્રતિગંઠકો, મુખમાર્ગી (oral anticoagulants) : લોહીને ગંઠાઈ જતું અટકાવનારાં અને મોં દ્વારા અપાતાં ઔષધો. નસમાંથી જ્યારે પણ લોહી બહાર વહેવા માંડે ત્યારે તેને ગંઠાવી દઈને લોહી વહેતું અટકાવવાની કુદરતી ક્રિયા થાય છે. તેને રુધિરગંઠન (blood clotting અથવા coagulation) કહે છે. તેને માટે શરીરમાં જુદાં જુદાં 13 ઘટકો છે. તેમાંનાં ઘણાં…

વધુ વાંચો >