પ્ર. બે. પટેલ

લેહને, ઝાં-મારી (Lehn, Jean-Marie)

લેહને, ઝાં-મારી (Lehn, Jean-Marie) (જ. 30 સપ્ટેમ્બર 1939, રોસહીમ, ફ્રાન્સ) : જીવંત સજીવોમાંના અણુઓનાં જીવનાવદૃશ્યક રાસાયણિક અને જૈવિક કાર્યોની નકલ કરતા અણુઓનું પ્રયોગશાળામાં સંશ્લેષણ કરનાર અને 1987ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષય માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. અન્ય બે હતા  ડૉનાલ્ડ જેમ્સ ક્રૅમ અને ચાર્લ્સ જૉન પેડરસન. લેહને સ્ટ્રાસબર્ગ યુનિવર્સિટીમાંથી 1960માં સ્નાતકની તથા…

વધુ વાંચો >

વિદ્યુત-તાપીય (electrothermal) ઉદ્યોગો

વિદ્યુત-તાપીય (electrothermal) ઉદ્યોગો : વિદ્યુતના ઉપયોગ દ્વારા પ્રાપ્ત થતા ઊંચા તાપમાનની મદદથી વિવિધ રાસાયણિક પદાર્થો બનાવતા ઉદ્યોગો. સામાન્ય વ્યાપારિક દહન-ભઠ્ઠી (combustion furnace) દ્વારા લગભગ 1700° સે. જેટલું તાપમાન મળી શકે છે; જ્યારે ઘણી રાસાયણિક પેદાશો મેળવવા તેનાથી વધુ 4,100° સે. જેટલું તાપમાન આપતી વિદ્યુતભઠ્ઠી(electric furnace)ની જરૂર પડે છે. ઊંચા તાપમાનની…

વધુ વાંચો >

વિભંજન (cracking)

વિભંજન (cracking) : ઉષ્મા વડે ઉચ્ચ અણુભારવાળાં રાસાયણિક સંયોજનો(ખાસ કરીને હાઇડ્રોકાર્બનો)નું વિઘટન કરી ઓછા અણુભારવાળાં સંયોજનો મેળવવાની પ્રવિધિ. સંયોજનોમાંના રાસાયણિક આબંધો(બંધનો, bonds)ને તોડી હાઇડ્રોકાર્બનોના અણુભાર ઘટાડવા માટે પેટ્રોલિયમ ઉદ્યોગમાં તે વધુ ઉપયોગમાં લેવાય છે. ગૅસોલીન માટેના શાખાન્વિત (branched) હાઇડ્રોકાર્બનો તથા ઇથીન અને અન્ય આલ્કીનો(alkenes)ના સ્રોતરૂપ હોવાથી તે એક અગત્યની પ્રવિધિ…

વધુ વાંચો >

વિષમાંગ (heterogeneous) પ્રક્રિયાઓ

વિષમાંગ (heterogeneous) પ્રક્રિયાઓ : બે પ્રાવસ્થાઓ(phases)ના અંતરાપૃષ્ઠ (interface) આગળ થતી રાસાયણિક પ્રક્રિયાઓ. આવી પ્રક્રિયાઓમાં પ્રક્રિયકો બે અથવા વધુ પ્રાવસ્થાઓ(દા. ત., ઘન અને પ્રવાહી, ઘન અને વાયુ અથવા બે અમિશ્ચ પ્રવાહીઓ)ના ઘટકો તરીકે હોય છે. ઘન ઉદ્દીપકની સપાટી પર એક કે વધુ પ્રક્રિયકો પ્રક્રિયા પામે (વિષમાંગ ઉદ્દીપન) તેનો પણ આ પ્રકારની…

વધુ વાંચો >

વેકર પ્રવિધિ (Wacker process)

વેકર પ્રવિધિ (Wacker process) : ઇથિનનું (ઇથિલીનનું) ઉદ્દીપકની હાજરીમાં હવા કે 99 % ઑક્સિજન વડે ઉપચયન કરી ઇથેનાલ(એસિટાલ્ડિહાઇડ)ના ઉત્પાદનની ઔદ્યોગિક પ્રવિધિ. આ પ્રવિધિ જે. સ્મિટ અને સહકાર્યકરોએ 1959માં વેકર કેમી ખાતે વિકસાવેલી. ઍલેક્ઝાંડર વૉન વેકર(1846-1922)ના નામ ઉપરથી તેનું નામ વેકર પ્રવિધિ રાખવામાં આવેલું. તેમાં ઇથિન (ઇથિલીન) અને હવાના (અથવા 99…

વધુ વાંચો >

શ્રૉક, રિચાર્ડ આર. (Shrock, Richard R.)

શ્રૉક, રિચાર્ડ આર. (Shrock, Richard R.) (જ. 4 જાન્યુઆરી 1945, બર્ન, યુ.એસ.) : અમેરિકન રસાયણવિદ અને 2005ના રસાયણવિજ્ઞાન માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. શ્રૉકે 1971માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી રસાયણવિજ્ઞાનમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1975માં તેઓ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(MIT)ના શિક્ષણગણમાં જોડાયા. તેમણે ટેન્ટલમ, ટંગસ્ટન અને અન્ય ધાતુઓ ધરાવતા ઉદ્દીપકોની વ્યવસ્થિતપણે ચકાસણી…

વધુ વાંચો >

સલ્ફર ટ્રાયૉક્સાઇડ

સલ્ફર ટ્રાયૉક્સાઇડ : સલ્ફ્યુરિક ઍસિડના ઉત્પાદનમાં ઉપયોગી એવો ગંધક(સલ્ફર)નો એક અગત્યનો ઑક્સાઇડ. સૂત્ર SO3 [સલ્ફર(VI) ઑક્સાઇડ]. બનાવવાની પદ્ધતિઓ : મોટા પાયા પર સલ્ફર ટ્રાયૉક્સાઇડનું ઉત્પાદન 400°થી 665° સે. તાપમાને સલ્ફર ડાયૉક્સાઇડના ઉદ્દીપકીય (catalytic) ઉપચયન દ્વારા મેળવાય છે. ઉદ્દીપક તરીકે વૅનેડિયમ પેન્ટૉક્સાઇડ (V2O5) વપરાય છે. જોકે આ માટે પ્લૅટિનમ ધાતુ, નિકલ…

વધુ વાંચો >

સલ્ફર ડાયૉક્સાઇડ [સલ્ફર (IV) ઑક્સાઇડ]

સલ્ફર ડાયૉક્સાઇડ [સલ્ફર (IV) ઑક્સાઇડ] : ગંધક(sulphur)નું ઑક્સિજન સાથેનું વાયુરૂપ સંયોજન. સૂત્ર SO2. વ્યાપારી દૃષ્ટિએ તેનું મોટા પાયા પર ઉત્પાદન ગંધકને હવામાં બાળીને અથવા પાયરાઇટ (FeS2) જેવા અયસ્કોના ભૂંજન (roasting) દ્વારા કરવામાં આવે છે. S + O2 → SO2 4FeS2 + 11O2 → 2Fe2O3 + 8SO2 સલ્ફ્યુરિક ઍસિડના ઉત્પાદન માટે…

વધુ વાંચો >

સલ્ફેટ

સલ્ફેટ : સલ્ફ્યુરિક ઍસિડ સાથે સંબંધિત ક્ષાર (લવણ, salt) અથવા એસ્ટર (ester). કાર્બનિક સલ્ફેટ સંયોજનોનું સૂત્ર R2SO4 છે; જેમાં R એ કાર્બનિક સમૂહ છે. સલ્ફેટ ક્ષારો એવાં સંયોજનો છે કે જેમાં સલ્ફ્યુરિક ઍસિડમાંથી મળતો સલ્ફેટ આયન,  , હોય છે. સલ્ફેટ આયન એ સલ્ફર ધરાવતો એવો ઑક્સો-એનાયન (oxoanion) છે કે જેમાં…

વધુ વાંચો >

સલ્ફોનેમાઇડ (sulphonamide)

સલ્ફોનેમાઇડ (sulphonamide) : કાર્બસલ્ફર (organosulphur) સંયોજનો પૈકી સલ્ફોનેમાઇડો (sulphonamido) (SO2NH2) સમૂહ ધરાવતાં સંયોજનોનો એક વર્ગ. તેઓ સલ્ફોનિક ઍસિડોનાં એમાઇડ સંયોજનો છે. સલ્ફોનેમાઇડો સમૂહમાંના નાઇટ્રોજન પર જુદા જુદા પરિસ્થાપકો (substituents) દાખલ કરવાથી સલ્ફા-ઔષધો (sulpha-drugs) તરીકે ઓળખાતાં વિવિધ ઔષધો મળે છે. 1934માં જર્મન વૈજ્ઞાનિક ગેરહાર્ડ ડૉમાગ્ક દ્વારા સ્ટ્રૅપ્ટોકોકાઈ(streptococci)નો ચેપ લાગેલા ઉંદરોને પ્રોન્ટોસિલ…

વધુ વાંચો >