પ્રહ્લાદ બે. પટેલ
અણુ
અણુ (molecule) : રાસાયણિક સંયોજનનો, તેના સંઘટન (composition) તથા રાસાયણિક ગુણધર્મોને પ્રતિબિંબિત કરતો નાનામાં નાનો મૂળભૂત (fundamental) એકમ. રાસાયણિક પ્રક્રિયામાં આ કણ ભાગ લે છે. અણુનું વિભાજન થતાં મૂળ પદાર્થ કરતાં ભિન્ન સંઘટન અને ભિન્ન રાસાયણિક ગુણધર્મો ધરાવતા કણો કે પરમાણુઓ મળે છે. પરમાણુઓ એકબીજાની પાસે આવે છે ત્યારે તેમનાં…
વધુ વાંચો >કોરી ઈલિયાસ જેમ્સ
કોરી, ઈલિયાસ જેમ્સ (જ. 12 જુલાઈ 1928, મૅથ્યુએન, યુ.એસ.) : પ્રખર કાર્બનિક રસાયણવિદ અને મોટા સંકીર્ણ અણુઓના સંશ્લેષણને સરળ બનાવતી પશ્ચસાંશ્લેષિત (retrosynthetic) વિશ્લેષણપદ્ધતિ અંગેના સંશોધનકાર્ય બદલ 1990ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાંથી 1948માં સ્નાતક(B.S.)ની અને 1951માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે યુનિવર્સિટી ઑવ્…
વધુ વાંચો >સોડિયમ સલ્ફેટ અથવા ગ્લોબર લવણ(Glauber Salt)
સોડિયમ સલ્ફેટ અથવા ગ્લોબર લવણ(Glauber Salt) : સોડિયમ આયન (Na+) અને સલ્ફેટ મૂલક(SO42–)નો બનેલો અકાર્બનિક પદાર્થ. સંજ્ઞા Na2SO4. તે એક સફેદ સ્ફટિકમય સંયોજન છે, જે નિર્જલ સોડિયમ સલ્ફેટ તરીકે જાણીતો છે. તે ગંધવિહીન, સ્વાદે કડવો લવણીય પદાર્થ છે. ઘનતા 2.67; ગ.બિં. 888° સેં. તે પાણીમાં તથા ગ્લિસેરોલમાં દ્રાવ્ય પરંતુ આલ્કોહૉલમાં…
વધુ વાંચો >સ્ટાઇન વિલિયમ હૉવર્ડ
સ્ટાઇન, વિલિયમ હૉવર્ડ (Stein, William Howard) (જ. 25 જૂન 1911, ન્યૂયૉર્ક; અ. 2 ફેબ્રુઆરી 1980, ન્યૂયૉર્ક શહેર) : પ્રોટીનની આણ્વિક સંરચના અંગેના અભ્યાસ બદલ 1972ના વર્ષના નોબેલ પારિતોષિકના સહવિજેતા અમેરિકન જૈવરસાયણવિદ. 1938માં સ્ટાઇને કોલંબિયા કૉલેજ ઑવ્ ફિઝિશિયન્સ ઍન્ડ સર્જન્સ, ન્યૂયૉર્ક શહેરમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તે જ વર્ષે તેઓ ન્યૂયૉર્ક…
વધુ વાંચો >સ્ટિયરિક ઍસિડ (stearic acid)
સ્ટિયરિક ઍસિડ (stearic acid) : લાંબી સરળ શૃંખલાવાળા ચરબીજ ઍસિડો પૈકી સૌથી વધુ સામાન્ય એવો સંતૃપ્ત (saturated) ચરબીજ ઍસિડ. તેને ઑક્ટાડેકાનૉઇક (octadecanoic) ઍસિડ પણ કહે છે. રાસાયણિક સૂત્ર C18H36O2 અથવા CH3(CH2)16COOH. ટેલો (tallow) અર્થ ધરાવતા ગ્રીક શબ્દ ઉપરથી તેનું નામ સ્ટિયરિક ઍસિડ પડ્યું છે. કુદરતમાં તે મુખ્યત્વે લાંબી શૃંખલાવાળા અન્ય…
વધુ વાંચો >સ્ટોહલ જ્યૉર્જ અર્ન્સ્ટ
સ્ટોહલ, જ્યૉર્જ અર્ન્સ્ટ (Stahl, Georg Ernst) (જ. 21 ઑક્ટોબર 1660, અન્સબાક, ફ્રાન્કોનિયા; અ. 14 મે 1734, બર્લિન) : દહન અને તેની સાથે સંબંધિત શ્વસન, આથવણ અને કોહવાટ જેવી જૈવિક પ્રવિધિઓ માટેનો ફ્લોજિસ્ટન સિદ્ધાંત વિકસાવનાર જર્મન ચિકિત્સક અને રસાયણવિદ. એક પાદરીના પુત્ર એવા સ્ટોહલે જેના (Jena) ખાતે આયુર્વિજ્ઞાનનો અભ્યાસ કરેલો અને…
વધુ વાંચો >સ્પર્મેસેટી (spermaceti)
સ્પર્મેસેટી (spermaceti) : સ્પર્મ વ્હેલના મસ્તિષ્કની બખોલમાંથી મેળવાતો ચળકતો, મીણ જેવો કાર્બનિક ઘન પદાર્થ. રાસાયણિક દૃષ્ટિએ તે મુખ્યત્વે સિટાઇલ પામિટેટ (cetyal palmitate), C15H31COOC16H33, ઉપરાંત અન્ય ચરબીજ આલ્કોહૉલના ચરબીજ ઍસિડો સાથેના એસ્ટરો ધરાવે છે. લૅટિન શબ્દ સ્પર્મા (sperma) [સ્પર્મ, sperm] અને સીટસ (cetus) [વ્હેલ] પરથી તેનું આ નામ પડ્યું છે. કારણ…
વધુ વાંચો >સ્ફોટક જિલેટિન (અથવા જિલિગ્નાઇટ) (blasting gelatin or gelignite)
સ્ફોટક જિલેટિન (અથવા જિલિગ્નાઇટ) (blasting gelatin or gelignite) : નાઇટ્રોગ્લિસરીન અને ગનકોટન (guncotton) (નાઇટ્રોસેલ્યુલોઝ કે સેલ્યુલોઝ નાઇટ્રેટ) ધરાવતો ઉચ્ચ વિસ્ફોટક. સ્વીડિશ વૈજ્ઞાનિક અને નોબેલ પુરસ્કારના સ્થાપક આલ્ફ્રેડ નોબેલે 1867માં ઔદ્યોગિક દૃષ્ટિએ ઘણા અગત્યના એવા ડાઇનેમાઇટની શોધ કરી હતી. ડાઇનેમાઇટના ચાર મુખ્ય પ્રકાર છે : (i) સીધું (સરળ, straight) ડાઇનેમાઇટ, (ii)…
વધુ વાંચો >સ્વત:દહન (spontaneous combustion)
સ્વત:દહન (spontaneous combustion) : પદાર્થનો મોટા જથ્થામાં સંગ્રહ કરવામાં આવે ત્યારે તેમાં થતા રાસાયણિક ફેરફારો કે ધીમા ઉપચયનને કારણે ઉત્પન્ન થતી ગરમી અંદર જ રોકાઈ જવાથી પદાર્થનું સળગી ઊઠવું. સામાન્ય રીતે કોલસાના કે તૈલી ચીંથરાના ઢગલા, ઘાસની ગંજી વગેરેમાં સ્વત:દહન ઝડપથી થાય છે. આ ઘટનામાં સંગ્રહ દરમિયાન પદાર્થમાં ઉત્પન્ન થતી…
વધુ વાંચો >હર્ષકો એવરામ (Harshko Avram)
હર્ષકો એવરામ (જ. 31 ડિસેમ્બર 1937, કર્કાગ (Karcag), હંગેરી) : 2004ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા ઇઝરાયેલી વૈજ્ઞાનિક. હિબ્રૂ યુનિવર્સિટીની હદાસાહ (Hadasah) મેડિકલ સ્કૂલમાં અભ્યાસ કરી હર્ષકોએ 1965માં એમ.ડી.ની અને 1969માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1972માં તેઓ ટેકનિયૉન (Technion), ઇઝરાયેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી, હૈફામાં જોડાયા અને 1998માં પ્રાધ્યાપક બન્યા.…
વધુ વાંચો >