પ્રહલદ છ. પટેલ
સીપી (CP) ઉલ્લંઘન
સીપી (CP) ઉલ્લંઘન : સંયુક્તપણે વિદ્યુતભાર (C) અને સમતા (P)ના સંરક્ષણના નિયમનો ભંગ થતો હોય તેવી ન્યૂક્લિયર પ્રક્રિયા. તમામ ન્યૂક્લિયર પ્રક્રિયાઓમાં વિદ્યુતભાર(charge)નું સંરક્ષણ થાય છે અને તેમાં કોઈ અપવાદ હજુ સુધી જોવા મળ્યો નથી. સમતા(parity)નો સિદ્ધાંત દર્શાવે છે કે જગત (world) અને તેના દર્પણ-પ્રતિબિંબ (mirror image) વચ્ચે સમમિતિ (symmetry) પ્રવર્તે…
વધુ વાંચો >સીબૉર્ગ ગ્લેન થિયૉડૉર
સીબૉર્ગ, ગ્લેન થિયૉડૉર [જ. 1912, ઇસ્પેમિંગ (Ishpeming), મિશિગન, યુ.એસ.] : પ્લૂટોનિયમ અને શ્રેણીબદ્ધ ટ્રાન્સયુરેનિયમ તત્ત્વોની શોધ માટે ખ્યાતનામ અમેરિકન રસાયણવિદ. યુરેનિયમનો પરમાણુક્રમાંક 92 છે. ટ્રાન્સયુરેનિયમ તત્ત્વો રેડિયોઍક્ટિવ છે તેમજ યુરેનિયમથી ભારે છે. સીબૉર્ગે અને તેમના સહકાર્યકર એડવિન મેકમિલને પ્લૂટોનિયમ તત્ત્વ છૂટું પાડ્યું તે બદલ બંનેને 1951ની સાલનું રસાયણવિજ્ઞાનનું નૉબેલ પારિતોષિક…
વધુ વાંચો >સીમાસ્તર (boundary layer)
સીમાસ્તર (boundary layer) : ઘન સીમાઓ નજીક શ્યાનતા(સ્નિગ્ધતા – viscosity)નું મહત્વ ધરાવતા તરલનું પાતળું સ્તર. ઘન સીમાના સંદર્ભમાં જો ઓછી શ્યાનતાવાળું તરલ (જેવું કે હવા, પાણી) સાપેક્ષ ગતિ ધરાવે તો સીમાઓથી ઘણે દૂર ઘર્ષણ-અવયવ (friction factor) જડત્વીય અવયવ(inertial factor)ની સરખામણીમાં નગણ્ય હોય છે, જ્યારે સીમાની નજીક ઘર્ષણ-અવયવ નોંધપાત્ર હોય છે.…
વધુ વાંચો >સુદર્શન ઇરિનાક્કલ ચાંડી જ્યૉર્જ
સુદર્શન, ઇરિનાક્કલ ચાંડી જ્યૉર્જ (જ. 16 સપ્ટેમ્બર 1931, કોટ્ટયમ, કેરળ) : સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના કણ-ભૌતિકીના ક્ષેત્રના પ્રખર વિદ્વાન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના વતનમાં જ લીધું. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાં જોડાયા. 1952માં એમ.એ.ની ઉપાધિ આ યુનિવર્સિટીમાંથી મેળવી. ત્યારબાદ સંશોધનાર્થે તેઓ વિદેશ ગયા અને 1958માં યુ.એસ.ની રોચેસ્ટર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ…
વધુ વાંચો >સેગ્રે એમિલિયો જીનો
સેગ્રે, એમિલિયો જીનો (જ. 1 ફેબ્રુઆરી 1905, રિવોલી, રોમ; અ. 25 એપ્રિલ 1989, બર્કલી, કૅલિફૉર્નિયા) : મૂળભૂત કણ પ્રતિપ્રોટૉન(antiproton)ની શોધ કરવા બદલ ચેમ્બરલેઇન ઓવેનની ભાગીદારીમાં 1959નો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અમેરિકન ભૌતિકશાસ્ત્રી. તેમણે શાલેય શિક્ષણ રિવોલીમાં લીધું. તે પછી રોમમાં તે પૂરું કર્યું. પિતા ઉદ્યોગપતિ હતા, તે નાતે ઇજનેરીમાં…
વધુ વાંચો >