પ્રતિભા શાહ

વિષ્ણુદાસ

વિષ્ણુદાસ (અનુમાને ઈ. સ. 1578-1612ના ગાળામાં હયાત) : 16મી સદીના ઉત્તરાર્ધ અને 17મી સદીના પૂર્વાર્ધમાં હયાત મધ્યકાલીન ગુજરાતી આખ્યાનકવિ, જે પ્રેમાનંદના પુરોગામી તરીકે પ્રસિદ્ધ છે. ગુજરાતી સાહિત્યના આખ્યાન-પ્રવાહમાં નાકર પછી નોંધપાત્ર પ્રદાન કરનાર આ કવિ ખંભાતના નાગર બ્રાહ્મણ છે. એમની સમયદર્શક કૃતિઓને આધારે એમનો કવનકાળ ઈ. 1578થી ઈ. 1612 સુધીનો…

વધુ વાંચો >

વીરજી

વીરજી (ઈ. સ. 1664માં હયાત) : મધ્યકાલીન ગુજરાતી કવિ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઉપર્યુક્ત કવિ વીરજી ઉપરાંત એક વીરજી (મુનિ) નામના કવિ મળે છે, જે સત્તરમી સદીમાં થઈ ગયેલ પાર્શ્ર્વચંદ્રગચ્છના જૈન સાધુ છે. બીજા એક કવિ સંભવત: લૉંકાગચ્છીય જૈન કવિ છે. ઉપર્યુક્ત કવિ પ્રેમાનંદના સમકાલીન આખ્યાનકવિ હતા. તેઓ મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ…

વધુ વાંચો >

વીર નર્મદ

વીર નર્મદ : ઈ. સ. 1933માં રચાયેલું નર્મદવિષયક જીવનચરિત્ર. એના લેખક છે વિશ્વનાથ મ. ભટ્ટ. નર્મદ જે જાતનું જીવન જીવી ગયા અને એમણે ગુજરાતની જે અનન્યભાવે સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક સેવા કરી એનું ટૂંકમાં પણ યથાર્થ દર્શન કરાવવાના હેતુથી ગુજરાત સાહિત્ય સભાએ નર્મદની પ્રથમ જન્મ શતાબ્દી પ્રસંગે વિશ્વનાથ મ. ભટ્ટ પાસે…

વધુ વાંચો >

વીરસિંહ

વીરસિંહ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો નરસિંહનો ઉત્તર-સમકાલીન કવિ. એની પાસેથી એકમાત્ર કૃતિ પ્રાપ્ત થાય છે તે ‘ઉષાહરણ’. આ કૃતિમાં પાંચેક સ્થળે ‘વરસંગ’ એવો ઉલ્લેખ આવે છે. આ સિવાય કૃતિમાં કે અન્યત્ર એના વિશે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. ‘ઉષાહરણ’ની જૂનામાં જૂની હસ્તપ્રત ઈ. 1513ની પ્રાપ્ત થાય છે. એનો અર્થ એવો…

વધુ વાંચો >