ઇવાઝ કૈવિઝ જારોસ્લાવ

ઇવાઝ કૈવિઝ જારોસ્લાવ

ઇવાઝ કૈવિઝ જારોસ્લાવ (જ. 20 ફેબ્રુઆરી 1894, કાલ્નિક; અ. 2 માર્ચ 1980, સ્ટાવિસ્કો) : પોલૅન્ડના પ્રતિભાવંત બહુમુખી સાહિત્યકાર. 1912માં કીવ વિશ્વ-વિદ્યાલયમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ આરંભ્યો. સાથોસાથ સંગીતશાળામાં પણ તાલીમ લેવાનું ચાલુ રાખ્યું. 1918થી તેમણે પોલૅન્ડની રાજધાની વૉર્સોમાં વસવાટ સ્વીકાર્યો. અહીં તે ઊર્મિકવિઓના ‘સ્કમાન્દર’ નામના મંડળના સહસ્થાપક બન્યા. 1923થી 1925નાં બે વર્ષો…

વધુ વાંચો >