પરિમલ ત્રિપાઠી

મન:શસ્ત્રક્રિયા

મન:શસ્ત્રક્રિયા (Psychosurgery) : માનસિક રોગોના ઉપચારમાં કરાતી મગજની શસ્ત્રક્રિયા. ઈગાસ મોનિઝે 1936માં સૌપ્રથમ દર્શાવ્યું હતું કે મગજના આગળના ભાગ(અગ્રસ્થ ખંડ, frontal lobe)માં આલ્કોહૉલનું ઇન્જેક્શન આપવાથી તીવ્ર મનોવિકાર(psychosis)ના દર્દીઓમાં જોવા મળતી લાગણી અથવા ભાવની વિધ્યાનતા (emotional distraction) ઘટે છે. માનસિક રોગોમાં ક્યારેક મોટા મગજમાંના પોલાણ (ventricle)ની આગળ એક છેદ કરીને બંને…

વધુ વાંચો >

મસ્તિષ્કી આભાસી અર્બુદ

મસ્તિષ્કી આભાસી અર્બુદ (pseudotumour cerebri) : મગજમાં ગાંઠ થયેલી ન હોય, પરંતુ તેના જેવી સ્થિતિ કે લક્ષણો સર્જતો વિકાર. તેમાં ખોપરીની અંદર દબાણ વધે છે માટે તેને અજ્ઞાતમૂલ અંત:કર્પરી અતિદાબ (idiopathic intracranial hypertension) અથવા સૌમ્ય અંત:કર્પરી અતિદાબ (benign intracranial hypertension, BIH) પણ કહે છે. સામાન્ય રીતે તેનું તરતનું કારણ મગજ-કરોડરજ્જુની…

વધુ વાંચો >