પંકજ મ. શાહ
અસ્થિમજ્જા-પ્રતિરોપણ
અસ્થિમજ્જા–પ્રતિરોપણ (bone-marrow transplantation) : દાતાની અસ્થિમજ્જાને દર્દીમાં રોપવાની ક્રિયા. દર્દીમાં લોહીના કોષો ઉત્પન્ન કરવાની ક્રિયાને અથવા તેનામાં રોગપ્રતિકારશક્તિ(પ્રતિરક્ષા, immunity)ને ફરી શરૂ કરવા માટે અસ્થિમજ્જાનું પ્રતિરોપણ કરવામાં આવે છે. આ જીવનરક્ષક સારવારના પ્રથમ પ્રયોગો, જેકોબસને 1951માં ઉંદરો પર કર્યા હતા. હાલ આ ચિકિત્સાપદ્ધતિ લોહીના તથા પ્રતિરક્ષાના કેટલાક રોગોમાં ઉપયોગી માલૂમ પડી…
વધુ વાંચો >અંત:ક્ષેપ પંપ
અંત:ક્ષેપ પંપ (Infusion pump) : નસ વાટે સતત દવા આપવા માટેની યાંત્રિક યોજના. તેના દ્વારા દર્દીની રોજિંદી ક્રિયામાં ખલેલ ન પહોંચે તે રીતે તેને સતત ઘણા દિવસો માટે કે કાયમ માટે ધમની (artery) કે શિરા (vein) વાટે દવા આપી શકાય છે. તે માટે વપરાતા પંપ બે પ્રકારના હોય છે :…
વધુ વાંચો >કૅન્સર
કૅન્સર અપરિપક્વ કોષોની આક્રમક સંખ્યાવૃદ્ધિ કે તેને કારણે થતી જીવલેણ ગાંઠ એટલે કૅન્સર. લોહીના અપરિપક્વ કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતા રુધિરકૅન્સર(leukaemia)માં ગાંઠ જોવા મળતી નથી. કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતી ગાંઠને અર્બુદ (tumour) અથવા નવવિકસન (neoplasia) કહે છે. તે સૌમ્ય (benign) અને જીવલેણ કે મારક (malignant) એમ બે પ્રકારની હોય છે. સૌમ્ય…
વધુ વાંચો >કૅન્સર – બાળકોનું
કૅન્સર, બાળકોનું : બાળકોમાં થતા કૅન્સરનો રોગ. બાળકો અને પુખ્ત વયની વ્યક્તિઓમાં થતા કૅન્સરમાં કેટલાક ચોક્કસ તફાવતો છે. પુખ્ત વયે થતાં કૅન્સર મોટે ભાગે સપાટી પરના કોષોમાં ઉદભવે છે અને તેથી તે અધિચ્છદીય (epithelial) પ્રકારનાં હોય છે. મુખ્યત્વે વાતાવરણ અને જીવનશૈલીને કારણે વિવિધ પરિબળો સાથે પુખ્તવયની વ્યક્તિ સંસર્ગમાં આવવાથી તે…
વધુ વાંચો >કૅન્સર – લસિકાભ પેશીનું (લિમ્ફોમા)
કૅન્સર, લસિકાભ પેશીનું (લિમ્ફોમા) : લસિકાગ્રંથિઓ (lymph nodes) અને અન્ય લસિકાભ (lymphoid) પેશીનું કૅન્સર થવું તે. તેને લસિકાર્બુદ (lymphoma) કહે છે. ગળું, બગલ તથા જાંઘના મૂળ(ઊરુપ્રદેશ)માં ‘વેળ ઘાલી’ને મોટી થતી ગાંઠો મૂળ લસિકાગ્રંથિઓ અથવા લસિકાપિન્ડો (lymph nodes) જ છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ થાય છે ત્યારે લોહીની સૌથી નાની નસો, કેશવાહિનીઓ(capillaries)માંથી…
વધુ વાંચો >બહુરુધિરકોષિતા
બહુરુધિરકોષિતા (polycythaemia) : લોહીના મુખ્યત્વે રક્તકોષો(red blood cells, erythrocytes)ની અતિશય સંખ્યાવૃદ્ધિથી થતો વિકાર. લોહીના કોષોને રુધિરકોષો (blood cells) કહે છે. તેમાં ત્રણ પ્રકારના કોષોનો સમાવેશ થાય છે : રક્તકોષો, શ્વેતકોષો (white blood cells, leucocytes) તથા ગંઠનકોષો (platelets). બહુરુધિરકોષિતાના વિકારમાં આ ત્રણેય પ્રકારના કોષોની પણ સંખ્યાવૃદ્ધિ થાય છે. મુખ્ય વિકાર રક્તકોષોના…
વધુ વાંચો >