ન. ધ. શેઠ
અંતર્દહન એન્જિનો
અંતર્દહન એન્જિનો (internal combustion engines) પ્રચાલકો(prime movers)નો એક પ્રકાર, જેમાં દહનખંડમાં ઇંધન-હવાના મિશ્રણના વિસ્ફોટન દ્વારા ઊર્જા ઉત્પન્ન કરી યાંત્રિક શક્તિ મેળવવામાં આવે છે. ઉષ્માનો ઉપયોગ કરીને યાંત્રિક શક્તિ મેળવવાનાં યંત્રો ઉષ્મા-એન્જિનો (heat engines) તરીકે ઓળખાય છે. દટ્ટા(piston)વાળા સિલિન્ડર કે ટર્બાઇનમાં અલગ ઉત્પન્ન કરાયેલી વરાળ દાખલ કરીને યાંત્રિક શક્તિ મેળવવા માટેનાં…
વધુ વાંચો >ઊંજણ
ઊંજણ (lubrication) : યંત્રના કાર્ય દરમિયાન એકબીજા ઉપર સરકતી બે ઘન સપાટીઓ વચ્ચે તેમના કરતાં નરમ (softer) એવા પદાર્થો દાખલ કરી, સપાટીઓને અલગ પાડી, ઘર્ષણ (friction) તથા નિઘર્ષણ (wear) ઓછું કરવાની પ્રવિધિ (process) આ માટે વપરાતા પદાર્થો ઊંજકો (lubricant) તરીકે ઓળખાય છે. સંજોગો પ્રમાણે ‘નરમ’ સ્તર વાયુ, પ્રવાહી, ઘન અથવા…
વધુ વાંચો >ઑટોરિક્ષા
ઑટોરિક્ષા : પેટ્રોલથી ચાલતું ત્રણ પૈડાંનું ઝડપી વાહન. શહેરમાં વાહનવ્યવહારની ભારે ભીડમાં ઑટોરિક્ષા નાનું અને અનુરૂપ વાહન હોઈ લોકપ્રિય થયેલું છે. તે ત્રણ પૈડાંવાળું વાહન હોવાથી તે ચલાવવા માટે દ્વિચક્રી વાહન જેવી સસ્તી અને સરળ યોજના હોય છે. તેમાં 150 કે 175 મિલી. લિટર ક્ષમતાવાળું એક સિલિન્ડર, 2 ફટકાવાળું (two…
વધુ વાંચો >ઔદ્યોગિક માલવાહક (આંતરિક)
ઔદ્યોગિક માલવાહક (આંતરિક) : કારખાનામાં કે રેલવે પ્લૅટ્ફૉર્મ ઉપર માલસામાનની હેરફેર કરવા માટે વપરાતું યાંત્રિક સાધન. બધા જ પ્રકારની ટ્રકને ચાલવાની સપાટી સાથે સંપર્ક રહે છે, અને જુદા જુદા પથ પર તે ગતિ કરતી હોય છે. ટ્રકને બે કે વધુ પૈડાં હોય છે. પૈડાં તરીકે પોલાદના રોલર, સ્થાયી કે ઘૂમતા…
વધુ વાંચો >