નીલિમા દર્શન પરીખ

બૅનરજી, કંકણા

બૅનરજી, કંકણા (જ. 1948) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ઇંદોર ઘરાનાનાં લોકપ્રિય અને પ્રસિદ્ધ ગાયિકા. તેમણે સંગીતનું શિક્ષણ મુખ્યત: ઇંદોર ઘરાનાના ઉસ્તાદ અમીરખાં પાસેથી લીધેલું. મીઠો, સુરીલો, ત્રણેય સપ્તકમાં સહજતાથી ફરી શકે એવો અવાજ અને રાગની સ્પષ્ટતા એ એમની ગાયકીની લાક્ષણિકતાઓ છે. કલકત્તાના એક વ્યાપારી પરિવારમાં એમનો જન્મ થયેલો. નાનપણથી…

વધુ વાંચો >

રજબઅલીખાં

રજબઅલીખાં (જ. 3 સપ્ટેમ્બર 1874, નરસિંગગઢ; અ. 1 ઑગસ્ટ 1959, દેવાસ) : કવ્વાલ બચ્ચા ઘરાનાના પ્રતિભાવાન ગાયક. તેઓ મધ્યપ્રદેશમાં આવેલ દેવાસ ગામના વતની હતા. પિતાનું નામ મુગલુખાં. મુગલુખાં બડે મોહંમદખાંના શિષ્ય હતા. રજબઅલીખાંને સંગીતસાધક પિતા પાસેથી સંગીતના સંસ્કારો વારસામાં મળ્યા હતા. બાલ્યકાળથી જ તેમને પિતા પાસેથી સંગીતની તાલીમ મળી. ખ્યાતનામ…

વધુ વાંચો >

વિલાયતખાં

વિલાયતખાં [જ. 30 ઑગસ્ટ 1926, ગૌરીપુર, પૂર્વબંગાળ (હવે બાંગ્લાદેશ); અ. 13 માર્ચ 2004, મુંબઈ] : ગૌરીપુર ઘરાનાના પ્રસિદ્ધ સિતારવાદક. પિતા ઉસ્તાદ ઇનાયતખાં મહાન સિતારવાદક તથા માતા નસીરન બેગમ કુશળ ગાયિકા હતાં. તેમને સિતારવાદનની તાલીમ નાનપણમાં તેમના નાના બંદેહસન તથા તેમના પિતા ઉસ્તાદ ઇનાયતખાં પાસેથી મળી. પિતાના મૃત્યુ બાદ વિલાયતખાંનાં માતાએ…

વધુ વાંચો >

વિલાયતહુસેનખાં

વિલાયતહુસેનખાં (જ. 1895, આગ્રા; અ. 18 મે 1962, દિલ્હી) : આગ્રા ઘરાનાના પ્રસિદ્ધ ગાયક કલાકાર. પિતા નથ્થનખાં પોતે શાસ્ત્રીય સંગીતના જાણીતા કલાકાર હતા. અનેક ગુરુઓ પાસેથી સંગીતની તાલીમ લેવાની તક વિલાયતહુસેનખાંને પ્રાપ્ત થઈ હતી. તેમના પ્રથમ સંગીતગુરુ હતા ઉસ્તાદ કરામતહુસેનખાં, જેઓ જયપુર દરબારમાં રાજગાયક હતા. એમની પાસેથી તેમને સ્વર અને…

વધુ વાંચો >