નવનીત શાહ

અલ્પમૂત્રક અંત:સ્રાવ

અલ્પમૂત્રક અંત:સ્રાવ (ADH) : પીયૂષિકા (pituitary) ગ્રંથિના પાછળના ભાગમાં ઉત્પન્ન થતો અંત:સ્રાવ. આ અંત:સ્રાવ મૂત્રકનલિકાઓ(renal tubules)માંથી પાણીનું પુન:શોષણ કરાવે છે. તેનો સ્રાવ સાવ બંધ થાય તો પાણીનું પુન:શોષણ થતું અટકે છે. પાણીનો જે જથ્થો મૂત્રક(nephron)માં ગળાય, તે બધો જ મૂત્રમાર્ગે બહાર નીકળી જાય છે. આને અતિજલમેહ (diabetes insipidus) કહે છે.…

વધુ વાંચો >

અંત:સ્રાવી તંત્ર

અંત:સ્રાવી તંત્ર (Endocrine system) (માનવ અને માનવેતર પ્રાણીઓમાં) શરીરનાં કાર્યોનું રસાયણો દ્વારા નિયમન કરનાર તંત્ર. શરીરનાં કાર્યોનું નિયમન બે તંત્રો કરે છે : (1) ચેતાતંત્ર (nervous system) અને (2) અંત:સ્રાવી તંત્ર. ચેતાતંત્ર વીજ-આવેગો (electrical impulses) વડે અને  અંતસ્રાવી તંત્ર નલિકારહિત (ductless) ગ્રંથિઓના લોહીમાં સીધાં પ્રવેશતાં રસાયણો, અંત:સ્રાવો (hormones), પ્રતિપોષી (feed…

વધુ વાંચો >