નલિન શાહ

કપૂર પૃથ્વીરાજ

કપૂર, પૃથ્વીરાજ (જ. 3 નવેમ્બર 1906, પેશાવર; અ. 29 મે 1972, મુંબઈ) : ભારતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા, ચિત્રપટ તથા રંગમંચના અભિનેતા અને દિગ્દર્શક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પંજાબમાં લીધા પછી પેશાવરની એડવર્ડ કૉલેજમાંથી સ્નાતક થયા. ચલચિત્રવ્યવસાયમાં મુંબઈની ઇમ્પીરિયલ ફિલ્મ કંપની દ્વારા અભિનયકારકિર્દીની શરૂઆત કરી. 1929-32ના ગાળામાં તેમણે 9 મૂક ચલચિત્રોમાં…

વધુ વાંચો >

કાનનબાલા

કાનનબાલા (જ. 1916; અ. 1992) : ભારતીય ચલચિત્રજગતની સુવિખ્યાત ગાયિકા-અભિનેત્રી. નિર્ધન કુટુંબમાં કૉલકાતા ખાતે જન્મ. બાળપણ શહેરની ઝૂંપડપટ્ટીમાં વીત્યું. પિતા રતનચંદ્ર દાસનું અવસાન થયું ત્યારે કુટુંબ પર દેવાનો બોજ હોવાથી ગુજરાન માટે દસમા વર્ષે ચલચિત્રક્ષેત્રે પ્રવેશ કર્યો. માદન થિયેટર્સના ‘જયદેબ’(1926)માં પ્રથમ અભિનય. તે પછી રાધા ફિલ્મ્સ દ્વારા નિર્મિત બંગાળી ચલચિત્ર…

વધુ વાંચો >

કારદાર, અબ્દુલ રશીદ

કારદાર, અબ્દુલ રશીદ (જ. ઑક્ટોબર 1940, લાહોર; અ. 22 નવેમ્બર 1989, મુંબઈ) : ભારતીય ચલચિત્રજગતના વિખ્યાત નિર્માતા અને દિગ્દર્શક. બોલપટનો જમાનો શરૂ થયો તે પહેલાં તેમણે ઘણાં રોમાંચક મૂક ચલચિત્રોનું નિર્માણ કર્યું હતું. ‘હીર-રાંઝા’ એ તેમનું સર્વપ્રથમ ચલચિત્ર (1923). થોડાક સમય માટે તેમણે કોલકાતાની એક ચલચિત્રનિર્માણ કંપનીમાં કાર્ય કર્યું. તેમનું…

વધુ વાંચો >