નલિનકાન્ત નૃસિંહપ્રસાદ બુચ
કૉપીરાઇટ
કૉપીરાઇટ : કોઈ પણ મૌલિક કલા કે સાહિત્ય-કૃતિ, વ્યાખ્યાન અગર તેના મહત્વના ભાગની પુન: રજૂઆત, અનુવાદ, અભિવ્યક્તિ અથવા વેચાણ કરવાનો સુવાંગ હક. જે કૃતિ મૌલિક હોય તેના તેમજ ટૅકનિકલ અને વૈજ્ઞાનિક સંશોધનોને લગતી કૃતિના સર્જકને કૉપીરાઇટનો હક પ્રાપ્ત થાય છે. સર્જક તેનો કૉપીરાઇટ સ્વેચ્છાથી બીજાને લેખિત કરાર દ્વારા હસ્તાંતરિત કરી…
વધુ વાંચો >ટોકિયો મુકદ્દમો
ટોકિયો મુકદ્દમો : બીજા વિશ્ર્વયુદ્ધના અંતે જાપાનના યુદ્ધ-ગુનેગારો સામે ચલાવવામાં આવેલો ખટલો. જર્મનીના યુદ્ધ-ગુનેગારો સામે ન્યૂરેમ્બર્ગમાં ચલાવવામાં આવેલા મુકદ્દમાના સિદ્ધાંતોને અનુસરીને આ મુકદ્દમો ચલાવવામાં આવ્યો હતો. દૂર પૂર્વ માટેની આંતરરાષ્ટ્રીય મિલિટરી ટ્રિબ્યૂનલના ચાર્ટરે યુદ્ધ પરત્વેના ગુનાઓને ત્રણ વિભાગમાં વહેંચ્યા હતા : (1) શાંતિ વિરુદ્ધના ગુનાઓ, (2) રૂઢિગત યુદ્ધના ગુનાઓ અને…
વધુ વાંચો >ન્યુરમબર્ગ ખટલો
ન્યુરમબર્ગ ખટલો : દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન નેતાઓએ આચરેલ યુદ્ધનાં ગુનાઇત કૃત્યોને કારણે તેમના પર કામ ચલાવવા માટે મિત્ર-રાષ્ટ્રોએ હાથ ધરેલ ખટલો. 1945–49 દરમિયાન ત્યાં આવા 13 ખટલાઓ ચલાવવામાં આવ્યા હતા. એડૉલ્ફ હિટલરના નેતૃત્વવાળા જર્મનીના નાઝી પક્ષે પોતાના પ્રચાર માટે ન્યુરમબર્ગને કેન્દ્ર બનાવી અનેક વાર વિશાળ રૅલીઓ યોજી હતી. આ…
વધુ વાંચો >