નરેશ અંતાણી

લખપતજીની છતરડી

લખપતજીની છતરડી : અઢારમી સદીના કચ્છનું અગ્રગણ્ય સ્થાપત્ય. કચ્છના રાજા રાવશ્રી લખપતજી(1752–1761)ની છતરડી ભુજના મહાદેવ નાકા બહાર આવેલી છે. લખપતજીના અવસાન બાદ વિ. સં. 1838માં રાવશ્રી રાયઘણજી બીજાના સમયમાં તે બાંધવામાં આવી હતી. કચ્છના રાજપરિવારના સભ્યોનાં ઘૂમટાકાર સ્મારકો ‘છતરડી’ તરીકે ઓળખાય છે. લખપતજીની આ છતરડી ‘છેલ છતરડી’ના નામથી ઓળખાતી હતી.…

વધુ વાંચો >