નરેન્દ્ર અ. પુરાણી

અકાલી દળ (સંપ્રદાય)

અકાલી દળ (સંપ્રદાય) : ગુરુદ્વારાઓનો વહીવટ શીખ સમાજને હસ્તક મેળવવા માટે 1920ના ડિસેમ્બરમાં સ્થપાયો હતો. ભારતનો સૌથી જૂનો પ્રાદેશિક પક્ષ. ઈશ્વરની આરાધના એટલે અકાલપુરુષને યાદ કરવા, તે ઉપરથી આ સંપ્રદાયનું નામ અકાલી પડ્યું છે. ગુરુ નાનકદેવના જણાવ્યા મુજબ શીખ લોકો અકાલપુરુષનો જપ કરે છે. ગુરુ નાનકના વિચારો પ્રમાણે આત્મા અમર છે,…

વધુ વાંચો >

ગાંધી, ઇન્દિરા

ગાંધી, ઇન્દિરા (જ. 19 નવેમ્બર 1917, અલ્લાહાબાદ; અ. 31 ઑક્ટોબર 1984, નવી દિલ્હી) : ભારતનાં પહેલાં મહિલા વડા પ્રધાન. તેઓ 24 જાન્યુઆરી 1966થી 24 માર્ચ 1977 તથા 14 જાન્યુઆરી 1980થી તેમના અવસાન સુધીના બે સમયગાળા દરમિયાન ભારતના વડા પ્રધાનપદે રહ્યાં હતાં. સંમોહક વ્યક્તિત્વ સાથે પ્રતાપી અને પ્રભાવક રાજકારણ દ્વારા તેમણે…

વધુ વાંચો >

ગાંધી રાજીવ

ગાંધી, રાજીવ (જ. 10 ઑગસ્ટ 1944, મુંબઈ; અ. 21 મે 1991, શ્રીપેરામ્બદુર, તામિલનાડુ) : ભારતના સૌથી યુવાન વડાપ્રધાન, આર્થિક ઉદારીકરણની નીતિની શરૂઆત કરનાર તથા નવી ટૅક્નૉલૉજીને આવકારીને ભારતને એકવીસમી સદીમાં પ્રવેશ કરાવવાની ઉમેદ રાખનાર નેતા. સ્વાતંત્ર્યસંગ્રામ સાથે સંકળાયેલા કુટુંબમાં તેમના વડદાદા મોતીલાલ નહેરુ, તેમના નાના જવાહરલાલ નહેરુ, માતા ઇન્દિરા ગાંધી…

વધુ વાંચો >